નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે દિવ્યાંગ કર્મચારીઓ પણ ફરજ બજાવતા જોવ મળશે. આમ કરવા પાછળનું કારણ એમ દર્શાવવાનું છે કે, તેઓ ભલે શારીરિક રીતે દિવ્યાંગ છે પણ તેમનો જુસ્સો કોઈનાથી ઓછો નથી અને તેઓ પણ દરેક કામ કરવા સક્ષમ છે.
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીમાંથી મળતી માહિતી અનુસાર ઉપરોક્ત તમામ બૂથો પર બેકઅપ સ્ટાફ પણ રાખવામાં આવશે. જોકે, બૂથ ઉપર દિવ્યાંગ કર્મચારીઓ જ ફરજ બજાવશે.