નવી દિલ્હી: કસ્ટમના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કસ્ટમ અધિકારીઓ સોનાની દાણચોરી કરનારા લોકો વિરુદ્ધ આઈજીઆઈ એરપોર્ટ પર એક અભિયાન ચલાવી રહ્યા હતા. જે મુજબ કસ્ટમ અધિકારીઓએ 3 પ્રવાસીઓ પાસેથી 580 ગ્રામ સોનું જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ઝડપાયેલા સોનાની કુલ કિંમત 32 લાખ છે. કસ્ટમ એક્ટની કલમ 110 હેઠળ અધિકારીઓએ પકડેલું સોનું કબજે કર્યું છે. કલમ 104 હેઠળ ત્રણ પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી છે.
અત્યારે દિલ્હી કસ્ટમ દ્વારા આ પ્રવાસીઓની પુછપરછ કરી રહ્યા છે. તે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે, આ લોકો દિલ્હીમાં સોનાની સપ્લાય ક્યાં કરે છે?