નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના 24 કલાકમાં 500 કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણની સંખ્યા વધીને 10 હજાર 554 થઇ ગઇ છે. જ્યારે 166 લોકોના મોત થયા છે.
રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 500 નવા કેસ સામે આવ્યા છે અને કોરોનાથી 6 લોકોના મોત થયાં છે. આ ઉપરાંત દિલ્હીમાં કોરોનાના 5638 કેસ એક્ટિવ છે. જ્યારે 4750 લોકો કોરોનાથી સ્વસ્થ થયાં છે.