ETV Bharat / bharat

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ રવિવારે અમિત શાહ સાથે બેઠક કરશે

દિલ્હીમાં વધતા જતા કોરોના કેસને લઈને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એક વખત બેઠક કરશે. જેમાં રાજધાનીમાં કોરોનાના વધતા જતા કેસની સમીક્ષા કરવામાં આવશે.

author img

By

Published : Jun 13, 2020, 5:15 PM IST

દિલ્હી
દિલ્હી

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાયરસથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે, બુધવારના રોજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને રવિવારના રોજ ફરી એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દિલ્હીમાં એલજી અનિલ બૈજલ અને સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ એસડીએમએના સભ્યો સાથે બેઠક કરશે. જ્યાં કોવિડ-19 ના વધતા જતા કેસ અંગે દિલ્હીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

  • Union Home Minister Amit Shah and Health Minister Dr Harsh Vardhan to hold a meeting with Delhi LG Anil Baijal & CM Arvind Kejriwal and members of SDMA to review the situation in the capital regarding #COVID19, tomorrow at 11 am: Office of Home Minister

    — ANI (@ANI) June 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દિલ્હીમાં પાછળના દિવસોમાં કોરોનાથી 48 લોકોના મોત પછીના તમામ રાજકીય મતભેદો ભૂલીને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ બુધવારના રોજ ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસો અંગે તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન સાથે ચર્ચા કરી હતી. જ્યારે અમિત શાહે તમામ પ્રકારના સહયોગની ખાતરી આપી હતી.

દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1,200થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. રાજધાનીમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શુક્રવારના રોજ સૌથી વધારે કેસ નોંધાયા હતા. 24 કલાકમાં, દિલ્હીમાં 2,137 નવા કોરોના કેસ નોંધાયા અને 71 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સંખ્યા દેશની આર્થિક રાજધાની મુંબઈ કરતા પણ વધારે છે. આ સાથે, દિલ્હીમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 36,824 થયા છે. જેમાં 22,212 કેસ એક્ટિવ છે.

લોકડાઉન પૂર્ણ થયા પછી, દેશભરમાં અનલોક-1માં ઘણી છૂટ આપવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં સરકારે તમામ વ્યવસાયિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી આપી છે. દુકાન ખોલવા છતાં પણ ગ્રાહકો નથી આવી રહ્યા અને મોટાભાગના દુકાનદારો તેમની દુકાન ખોલી રહ્યા નથી. તેમને કોરોનાનો ડર એવો છે કે, તેઓ તેમના વ્યવસાય કરતા જીવનને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. પરિણામે, મોટાભાગની પ્રવૃત્તિઓ અટકી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.