નવી દિલ્હી: ભાજપ નેતા અને દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને ફોન અને મેસેજ દ્વારા જાનથી મારીનાખવાની ધમકી મળી છે. મનોજ તિવારીને અજાણ્યા નંબર 9152421163 પરથી વ્હોટ્સએપ મેસેજ દ્વારા ધમતીઓ મળી રહી છે, મેસેજ મોકલનારાએ લખ્યું છે કે 'મર્યાદામાં રહે, હું એક જ બોલીશ, હું ફરીવાર સમજાવીશ નહીં'.
મનોજ તિવારીએ કહ્યું છે કે, આવું કરનાર તબલીગી જમાત સાથે સંકળાયેલો હોય. તેમનું એમ પણ કહેવું છે કે આ ધમકી ત્યારે આવી છે જ્યારે તેમણે થોડા સમય પહેલા કેજરીવાલને અમાનતુલ્લાહ ખાનને લઇને સવાલો ઉઠાવ્યા હતા.