કેન્દ્રીય ચૂંટણીપંચ આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. જેની સાથે જ દિલ્હીમાં આચારસંહિતા લાગી જશે. 2015માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 સીટ મળી હતી. જ્યારે ભાજપને ત્રણ સીટ મળી હતી, તો કોંગ્રેસને એક પણ સીટ મળી નહોતી.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020ની જાહેરાત અંગે પ્રેસ કોન્ફરન્સ દ્વારા ચૂંટણી પંચે માહિતી આપશે. મહત્વનું છે કે, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તૈયાર થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે, તે રાજ્યમાં વિકાસના મુદ્દાઓ પર ચૂંટણી લડશે.
દિલ્હીમાં વિધાનસભા કુલ સીટ- 70 છે. જેમાં આમ આદમી પાર્ટી- 67 સીટ, ભાજપ- 3 સીટ, કોંગ્રેસ- 0 છે. વર્ષ 2015માં કુલ નોંધાયેલા મતદાર 1,33,13,295 હતાં. જેમાંથી 89,36,159 મત પડ્યાં હતાં. જોકે લોકસભા ચૂંટણી 2019માં દિલ્હીની સાતેય સીટ પર ભાજપ ભાજપનો ભગવો લહેરાયો હતો.
દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડાએ કહ્યું હતું કે, જો તેમનો પક્ષ દિલ્હીમાં સત્તા પર આવે છે, તો હાલના સંજોગોમાં CAA, એનપીઆર અને એનઆરસી લાગુ થશે નહીં અને આ વચન આગામી વિધાનસભાની ચૂંટણી ઢંઢેરામાં શામેલ કરવામાં આવશે.