નવી દિલ્હી: દેશમાં 90 હજારથી વધારે કોરોના વાઈરસના પોઝિટિવ કેસો નોંધાયા છે. શનિવારે એક જ દિવસમાં મહત્તમ 4,792 કોવિડ-19ના નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે 3,979 લોકો કોરોના મુક્ત(સ્વસ્થ) થયા હતા. જ્યારે રાજધાની દિલ્હીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 9,333 પર પહોંચી ગઈ છે.
દિલ્હીમાં કોરોના વાઈરસને કારણે 129 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં શનિવારે 438 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં દિલ્હીમાં 5,278 સક્રિય કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 3,926 દર્દીઓ કોરોના મુક્ત બન્યા છે.