મુંબઈ: બોલિવૂડ દંપતી દીપિકા પાદુકોણ અને રણવીરસિંહે શનિવારે જાહેરાત કરી હતી કે, તેઓ દેશમાં કોરોના વાઈરસ રોગચાળાને લડવામાં મદદ માટે પીએમ કેર્સ ફંડમાં પૈસા દાન આપશે.
બંને અભિનેતાઓએ તેમના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સમાં જાહેરાત કરી હતી કે, તેઓએ આ રાહત ભંડોળમાં ફાળો આપવાનો નિર્ણય કર્યો છે. તેમના પ્રશંસકોને પણ દાન કરવા અનુરોધ કર્યો છે.
દીપવીરે ઈસ્ટાગ્રામ પર લખ્યું કે, અમે પીએમ-કેરઝ ફંડમાં ફાળો આપવાનું વચન આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમે પણ આપશો. અમે આ બધામાં તમારી સાથે છીએ અને આપણે કોરોના વાઈરસ પર જલદી કાબૂ મેળવીશું. જય હિંદ.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શનિવારે દેશમાં કોવિડ-19 કેસની સંખ્યા 2,902 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 68 68 પર પહોંચી ગયો છે.
છેલ્લા અઠવાડિયામાં, વિવિધ રાહત ભંડોળને શાહરૂખ ખાન, અક્ષય કુમાર, લતા મંગેશકર, વરૂણ ધવન, પ્રિયંકા ચોપડા જોનાસ, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન અને અનેક બોલીવુડ હસ્તીઓ તરફથી દાન મળ્યું છે.
ફિલ્મના મોરચે દીપિકા પોતાના પતિ રણવીર સિંહ સાથે કબીર ખાનના ક્રિકેટ ડ્રામા ફિલ્મ 83માં સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ સાથે શગુન બત્રાની આગામી ફિલ્મ પણ આવી રહી છે, જેમાં તે અનન્યા પંડયે સાથે અભિનય કરશે.