નવી દિલ્હી: ICICI બેન્કના પૂર્વ CEO ચંદા કોચરના પતિ દિપક કોચરે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં દિપક કોચરે જપ્ત કરેલી સંપત્તિને EDથી મુક્ત કરાવવા માગ કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ, એક વર્ષ બાદ પણ EDએ ફરિયાદ દાખલ કરી નથી. જે કારણે જપ્ત થયેલી સંપત્તિને મુક્ત કરવા માટે ED કાનૂની રૂપે બંધાયેલા છે.
એક વર્ષ બાદ પણ દાખલ નથી થઈ ફરિયાદ
દિપક કોચર તરફથી વકીલ વિજય અગ્રવાલે દિલ્હી હાઇકોર્ટમાં દલીલ કરી હતી. વિજય અગ્રવાલે કોર્ટમાં દલીલ કરતાં જણાવ્યું કે, એક વર્ષ વીતવા છતાં પણ EDએ કોઈ આરોપ પત્ર રજૂ કર્યું નથી. જે કારણે સંપત્તિને જપ્ત સ્થિતિમાં રાખી શકાય નહીં.
આ અરજીની સુનાવણી દરમિયાન ED તરફથી વકીલ અમિત મહાજને દલીલ કરતાં જણાવ્યું હતું કે, આવી જ એક અરજી બોમ્બે હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જે જે હાલ પેન્ડીંગ છે. ત્યારે વિજય અગ્રવાલે જણાવ્યું કે, આ મામલે કોર્ટનું ક્ષેત્રાધિકાર દિલ્હી હાઈકોર્ટે છે. તેથી દિલ્હી હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં જ આરોપ પત્ર દાખલ કરવામાં આવે. કોર્ટે આ મામલે આવતા અઠવાડિયે સુનાવણી કરશે.
માર્ચ 2019માં EDએ કરી હતી રેડ
માર્ચ 2019માં EDએ દીપકના ઓફિસમાં રેડ કરી હતી. જેમાં ડાયરી, હાર્ડ ડિસ્ક અને સાડા દસ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. દિપક કોચરની કંપનીનું નામ પેસિફિક કેપિટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે.
CBI તરફથી દાખલ કરવામાં આવેલા કેસ બાદ EDએ ફેબ્રુઆરી 2019માં ચંદા કોચર અને દીપક ઉપરાંત વિડિયોકોન ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર વેણુગોપાલ ધૂતને પણ આરોપી બનાવ્યો હતો.
આ ત્રણેય પર આરોપ છે કે, દિપક દિપક કોચરે તેની પત્ની ચંદા કોચરના માધ્યમથી વેણુગોપાલ ધૂતને 300 કરોડની લોન અપાવી હતી.
વેણુગોપાલ ધૂતની કંપનીને 300 કરોડની લોન આપવામાં આવી હતી
EDએ જણાવ્યા મુજબ, ચંદા કોચરના નેતૃત્વ વાળી કમિટીએ સપ્ટેમ્બર 2009માં વેણુગોપાલની કંપન ને 300 કરોડની લોન આપી હતી. જે બાદ વિડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ નામની કંપનીને લોન મળવાના બીજા જ દિવસે ચંદા કોચરના પતિ દિપકની કંપનીના ખાતામાં 64 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
કોચર પરિવારે મુંબઈમાં વિડીયોકોન ગ્રૂપ પાસેથી એક એપાર્ટમેન્ટ બજાર કિંમત કરતા ઘણો સસ્તા ભાવે ખરીધો હતો.