હૈદરાબાદ : રેલવે મંત્રાલય ટ્રેનો અથવા રેલવે પરિસરમાં ભીખ માંગવા બદલ સજાને ઘટાડવા અથવા તર્કસંગત બનાવવાની કવાયતમાં લાગ્યા છે. આપને જણાવી દઈએ કે,રેલવે એક્ટ 1989માં રેલવે સ્ટેશન અથવા ટ્રેનમાં ભીખ માંગવા બદલ જેલમાં મોકલવા તેમજ દંડ ભરવાની જોગવાઈ છે. રેલવે મંત્રાલયે આ જોગવાઈઓમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. રેલવે બોર્ડે લોકોને કાયદામાં સૂચિત સુધારા અંગે સૂચનો આપવા જણાવ્યું છે.
રેલવે એક્ટ 1989ની જોગવાઈમાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, કોઈ પણ વ્યકિતને કોઈ પણ ટ્રેન અથવા રેલવેના કોઈ ભાગમાં ભીખ માંગવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
કેન્દ્ર સરકાર એક્ટ
રેલવે એક્ટ 1989 ની કલમ 144 (2) એ અનધિકૃત હૉકિંગ વગેરે પર પ્રતિબંધમાં કહેવામાં આવ્યું છે કે , જો કોઈ પણ વ્યક્તિ રેલવે કે પછી રેલવેના કોઈપણ ભાગ પર કોઈ કસ્ટમ અથવા હોકર અથવા વેચાણને પ્રોત્સાહન આપે છે. તે લાઇસન્સની શરતો અને શરતો સિવાય આવું કરે છે, તો તે વ્યક્તિને એક્ટની કલમ 144 હેઠળ સજા કરવામાં આવશે.
દંડ - જો ટ્રેન અથવા રેલવે સ્ટેશન પર ભીખ માંગતા પકડાય છે. તો તે વ્યક્તિને એક વર્ષ સુધીની જેલની સજા અથવા વધુમાં વધુ 2000 રૂપિયા સુધીનો દંડ થશે.
પહેલાંની ઘટનાઓ
2018માં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, ભીખ માંગવી એ કોઈ ગુનો નહી બને કેન્દ્ર સરકારે નવેમ્બરમાં એક જનહિતની અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતુ કે, ગરીબીના કારણે ભીખ માંગવા પર ગુનો હોવો જોઈએ નહી.આ કાયદામાં તે જોગવાઈને સુરક્ષિત રાખવાની માંગ કરવામાં આવી છે. જો પોલીસ કોઈ વોરંટ વગર ભીખારીની ધરપકડ કરી શકે છે.
કેન્દ્રએ દલીલ કરી હતી કે તે વ્યક્તિ ગરીબીને કારણે ભીખ માંગે છે કે ભીખ માંગવા માટે દબાણ કરવામાં આવ્યું છે. તે શોધવા માટે કોઈ વ્યક્તિને અટકાયત કરવી જરૂરી છે.
વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીર, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત થયાના કેટલાક દિવસો પહેલા રાજ્ય હાઈકોર્ટની ડિવિઝન બેંચે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં પ્રીવેન્શન ઑફ બેગિંગ એકટ 1960ને રદ્દ કર્યો છે. આ કાયદા હેઠળ જમ્મુ-કાશ્મીરમાં ભીખ માંગવી ગેરબંધારણીય અને ગુનો હતો. આ માટે સજાની જોગવાઈ પણ હતી.
આ કાયદો રદ કર્યા બાદ હવે રાજ્યમાં ભીખ માંગવી એ કોઈ ગુનો નથી. 23 મે 2018 ના રોજ, ખંડપીઠે શ્રીનગર જિલ્લા ન્યાયાધીશના આદેશને પણ રદ્દ કર્યો હતો. જેમાં કોર્ટે શ્રીનગરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
બેગરી લૉ (beggary law)ના આધાર
આ સંશોધન મુખ્યત્વે બોમ્બે પ્રિવેન્શન ઑફ બેગિંગ એક્ટ 1959 પર છે કારણ કે આ કાયદો દરેક રાજ્યના ભીખ માંગવા સાથે જોડાયેલા કાયદા માટે એકમાત્ર આધાર તરીકે કામ કરે છે.મોટાભાગના રાજ્યોએ બોમ્બે પ્રિવેન્શન ઑફ બિગિંગ એક્ટ 1959 ના આધાર પર કાયદો બનાવ્યો છે.અથવા આ કાયદો અપનાવ્યો છે.
ભીખ માંગવી કેમ અપરાધની શ્રેણીમાં ન આવે?
બોમ્બે પ્રિવેન્શન ઑફ બિગિંગ એક્ટ (BPBA) માત્ર વંચિત લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે. રાજ્ય સરકાર તેમની નિષ્ફળતાને કારણે બેઘર લોકોને જીવનનો અધિકાર પૂરો પાડવા માટે અસમર્થ છે.ભીખ માંગવી એ એવી પ્રવૃત્તિ છે જે કોઈને નુકસાન પહોંચાડતી નથી
સ્વૈચ્છિક રૂપે આપવામાં આવતા પૈસા અથવા ખોરાક અથવા અન્ય સ્વૈચ્છિક પ્રવૃત્તિને ગુનો ગણી શકાય નહીં. માટે ભીખ માંગવી તે બેરોજગારી, સંસાધનોનો અભાવ અને શિક્ષણના અભાવ તરીકે જોવો જોઈએ. તેને તસ્કરી કે ખોટી રીતે જોઈ શકાય નહી.
ભીખ માંગવી ગુનાની શ્રેણીમાં કેમ આવવી જોઈએ ?
સામાન્ય પ્રકારે ભીખારી 2 પ્રકારના હોય છે.
પેહલો જેની પાસે કોઈ વિકલ્પ નથી અને તે ભીખ માંગવા માટે મજબુર હોય છે.
બીજો જેની પાસે વિકલ્પ હોય છે પરંતુ તેમણે ભીખ માંગવી આસાન લાગે છે.આવા લોકોએ ભીખ માંગવામાં હોશિયાર હોય છે અને તે તેનાથી ઘણી કમાણી કરે છે.
ભીખ માંગવાથી વધી મુશ્કેલી
ભારતમાં ઘણા બાળકોનું અપહરણ કરવામાં આવે છે અને તેમને ભીખ માંગવા મજબુર કરવામાં આવે છે.તેના આંકડા ચિંતાજનક છે. ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અનુસાર દર વર્ષે 40,000 બાળકોનું અપહરણ કરવામાં આવે છે.
તેમાંથી 10,000 થી વધુ બાળકોની કોઈ જાણકારી હોતી નથી.એક અંદાજ મુજબ ભારતભરમાં દરરોજ ત્રણ લાખથી વધુ બાળકોને બળજબરીથી નશો કરાવવામાં આવે છે.
તેમને માર મારવામાં આવે છે અને દરરોજ ભીખ મગાવવામાં આવે છે.આ બાળકો નાણાં કમાવવાનો મોટો ઉદ્યોગ છે. જેને માનવ ટ્રાફિકિંગ કે પછી માફિયાઓ દ્વારા ચલાવવામાં આવે છે.
સરકારની વસ્તી ગણતરી (2011)
ભારતમાં કેટલાક રાજ્યોમાં મોટી સંખ્યામાં ભિખારી છે. સરકારની વસ્તી ગણતરી (૨૦૧૧) અનુસાર પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ભિખારી છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ બાળ ભીખારી છે. અહીં બાળકો પાસે ભીખ માંગવામાં આવે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં દિવ્યાંગ ભિખારી વધુ છે.
ભિખારીઓની સંખ્યા આંધ્રપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આસામ અને ઓડિશામાં પણ વધુ છે. જો કે, તે જાણવું મુશ્કેલ છે કે, કઇ વ્યક્તિ ભિખારી છે.જેનો ડેટા ઉપલબ્ધ નથી.