'સાવરકર માટે ભારત રત્નની માગ કરવી મહાત્મા ગાંધીનુ અપમાન' હિન્દુત્વ વિચારક વીર સાવરકર માટે ભારત રત્નની માગ મહારાષ્ટ્ર ભાજપ દ્વારા કરાઈ છે. આ માગ પર કોંગ્રેસના નેતા દેવવ્રત સૈકિયાએ આક્રોશપૂર્વક જણાવ્યું કે, આ મહાત્મા ગાંધીના સંસ્મરણોનું અપમાન છે. સાવરકર પર રાષ્ટ્રપિતાની હત્યાના કેસમાં સહઆરોપીનો આક્ષેપ છે. પરંતુ, સાક્ષીઓના અભાવને કારણે તેમને છોડી મુકાયા હતાં.
આ મુદ્દે સરદાર પટેલ પણ આશ્વસ્ત હતા કે, સાવરકર ગાંધીની હત્યા માટે દોષી હતાં. ફેબ્રુઆરી 1948માં સરદાર પટેલે નહેરુને લખેલા પત્રનો ઉલ્લેખ કરતા સૈકિયાએ કહ્યું કે, તેઓ સીધા સાવરકરની નીચે કામ કરનારા હિન્દુ મહાસભાના કટ્ટરપંથી જૂથ હતું. જેમણે ષડયંત્ર રચ્યુ હતું. કપૂર આયોગે ગાંધી હત્યાના ષડયંત્રની તપાસ કરી હતી, જેમાં 1969ના રિપોર્ટ અનુસાર સાવરકર અને તેમનું જૂથ હત્યામાં સામેલ હતું.