નવી દિલ્હી: નાણાંકીય પ્રતિબંધો ના આવે અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) તરફથી પોતાને બ્લેક લિસ્ટમાં ના મૂકવામાં આવે તે માટે પાકિસ્તાને આખરે કબૂલ્યું છે કે ભારતનો મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમ કરાચીમાં છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ 88 ત્રાસવાદીઓની યાદી આપી છે, જેની સામે કાર્યવાહી કરવી પાકિસ્તાને જરૂરી છે. તે યાદીમાં કોની સામે શું પગલાં લેવાયા તેની યાદી પાકિસ્તાને તૈયાર કરી તેમાં દાઉદનું નામ છે, એમ અખબારી અહેવાલોમાં જણાવાયું હતું.
પાકિસ્તાનની તહરિકે ઇન્સાફ પાર્ટીની વડા પ્રધાન ઇમરાન ખાનની સરકારે બે જાહેરનામા 18 ઑગસ્ટે જાહેર કર્યા હતા. તેમાં જમાત-ઉદ-દાવા, જૈશ-એ-મોહમ્મદ, તાલિબાન, દાએશ, હક્કાની નેટવર્ક, અલ કાયદા અને બીજા સામે પ્રતિબંધો મૂકવાની જાહેરાત કરાઈ હતી.
ન્યૂઝ ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર જાહેરનામા હેઠળ આ બધા જ ત્રાસવાદીઓ અને તેમની ટોળકીઓ, જૂથો સાથે સંપૂર્ણ પ્રતિબંધો લાગુ પડે છે. હવે વિખેરાઇ ગયેલી તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનના ત્રાસવાદીઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના કબિલાઇ વિસ્તારમાં છુપાઈને બેઠા છે તેમના પર પણ પ્રતિબંધો મૂકવાની જાહેરાત છે.
જમાત-ઉદ-દાવાનો હાફિઝ સઇદ, જૈશ-એ-મોહમ્મદનો મસૂધ અઝહર, મુલ્લા રેડિયો ઉર્ફે મુલ્લા ફઝલુલ્લા, ઝાકિર રહેમાન લખવી, મુહમ્મદ યાહ્યા મુજાહિદ, ઇન્ટરપોલને જેમની તલાશ છે તે અબ્દુલ હકીમ મુરાદ, નૂર વલી મહેસૂદ, ઉઝબેકિસ્તાન લિબરેશન મૂવમેન્ટનો ફઝલ રહીમ શાહ, તાલિબાનના નેતાઓ જલાલુદ્દીન હક્કાણી, ખલીલ અહમદ હક્કાણી, યાહ્યા હક્કાણી અને મહારાષ્ટ્રના મુંબઈનો માફિયા દાઉદ ઇબ્રાહિમ અને તેના ગુંડાઓ સામે પ્રતિબંધની જાહેરાત પાકિસ્તાને કરી છે.
1993માં મુંબઇમાં બોમ્બ વિસ્ફોટ કરીને 257ની હત્યા કરનારા દાઉદને પોતાને સોંપી દેવાની માગણી ભારતે લાંબા સમયથી કરેલી છે.
આ યાદીમાં લખવીનું નામ પણ ઉમેરાયું છે. ભારતે તેને 2008ના મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ ગણાવીને તેની સામે કાર્યવાહીની માગણી કરી હતી.
પારિસસ્થિત FATF તરફથી પાકિસ્તાન સામે કાર્યવાહી ચાલી રહી છે. 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું તેની સામે માગણી મૂકવામાં આવી હતી કે ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવી જરૂરી છે. ત્રાસવાદીઓ સામે કાર્યવાહી માટે પાકિસ્તાનને 2019ના અંત સુધીની ડેડલાઇન આપવામાં આવી છે. આ મુદત સુધીમાં ત્રાસવાદીઓ અને જેહાદી જૂથો સામે કાર્યવાહી કરવી પાકિસ્તાન સરકાર માટે જરૂરી છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને મુદતમાં થોડી છૂટ અપાઈ હતી.
દુનિયાભરમાં ત્રાસવાદ ફેલાવાનું અને મની લૉન્ડરિંગનું કામ કરતાં જૂથો સામે કાર્યવાહી માટે દેખરેખના હેતુથી FATFની રચના કરવામાં આવી છે. ત્રાસવાદી જૂથો અને ગુંડા ટોળકીઓ સક્રિય ના થઈ શકે તે માટે નાણાંકીય વ્યવહારો સહિતની બાબતોમાં તેના પર કડક પ્રતિબંધો મૂકવા દેશોએ જરૂરી છે. FATF તરફથી ત્રાસવાદને ઉત્તેજન આપનારા દેશો સામે દસ્તાવેજો તૈયાર કરીને તેને ચેતવણી આપવામાં આવે છે કે જો તે કાયદા કરીને જેહાદી તત્ત્વોને ના રોકે તો તેના પર આર્થિક પ્રતિબંધો આવી શકે છે.
આ સંસ્થાની ગાઇડલાઇનનું પાલન કરવા માટે 200થી વધુ દેશો જોડાયા છે અને સભ્ય દેશોની ભલામણના આધારે એવી માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે, જેથી ત્રાસવાદી અને ગુંડા ટોળકીઓ માટે કામ કરવું મુશ્કેલ બને. બધા દેશો વચ્ચે સંકલન સધાય અને ત્રાસવાદી જૂથો કામ ના કરી શકે, ભ્રષ્ટાચાર, દાણચોરી, ગુંડાગીરી જેવી રીતો બંધ થાય તે માટેના પ્રયાસો આ ધારાધોરણો હેઠળ કરવામાં આવે છે. નશીલા પદાર્થોથી હેરાફેરી કરનારી ટોળકીઓ, માનવ તસ્કરી કરનારી તથા હવાલા સહિતના રેકેટ ચલાવતી ટોળકીઓ સામે કામ ચલાવવા માટે અને તેમનો નાણાંકીય સ્રોત, તેમની આવક બંધ કરી દેવા માટે સભ્ય દેશોને માર્ગદર્શિકા આપવા સાથે અન્ય રીતે સહાય પણ કરવામાં આવે છે.
હવાલા અને ત્રાસવાદીઓને ફંડિંગ અટકે તે માટે FATF સક્રિય રહે છે અને તેની પદ્ધતિઓ પર નજર રાખે છે. નવું જોખમ ઊભું થાય ત્યાં તેને અટકાવવા માટે પ્રયાસો થાય છે. દાખલા તરીકે હવાલા અને નાણાંની હેરફેર પર પ્રતિબંધો પછી ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ અંધારી આલમમાં વધ્યો છે. આવા સંજોગોમાં સભ્ય દેશો આ માટેના ધોરણો કડક કરે અને અંધારી આલમની કામગીરી મુશ્કેલ બને તે જોવામાં આવે છે. આવી કાર્યવાહી જે દેશના સત્તાધીશો ના કરે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે અને તેને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે છે.
સત્તાવાર રીતે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાતી પદ્ધતિ હેઠળ પાકિસ્તાને ત્રાસવાદીઓ પર પ્રતિબંધો માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં ઘણા બધા ત્રાસવાદી જૂથો, જેહાદી ટોળકીઓ, સંગઠનોના નામ આવરી લેવાયા છે. હરકત-ઉલ-મુજાહિદ્દીન, અલ રશીદ ટ્રસ્ટ, અલ અખ્તર ટ્રસ્ટ, તન્ઝીમ ખૂતબા ઇમામ બુખારી, લાહોર રાબિતા ટ્રસ્ટ, અલ હર્મેન ફાઉન્ડેશન, હરકત જિહાદ અલ ઇસ્લામી, ઇસ્લામી જેહાદી ગ્રુપ, ઉઝબેકિસ્તાન ઇસ્લામી તહેરિક, દાએશ, રશિયા સામે કામ કરતી તન્ઝીમ અને ચીન સામે સક્રિય અબ્દુલ હક વિગુર વગેરેને યાદીમાં સમાવી લેવાયા છે.
આ પ્રતિબંધો હેઠળ આ સંસ્થા, જૂથો, ત્રાસવાદીઓની મિલકોતને કબજે કરવી, તેના ખાતા ફ્રિજ કરવા, શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ, પ્રવાસ પર પ્રતિબંધ વગેરે લાગુ પડે છે. તાલિબાન સેન્કશન્સ કમિટિએ તેની યાદીમાં હાલમાં કોઈ ફેરફાર કર્યા નથી. જોકે હવે જોવાનું એ રહે છે કે પાકિસ્તાન કેટલી ગંભીરતાથી આ પ્રતિબંધોનું પાલન કરે છે અને કેટલા જેહાદી જૂથો સામે કાર્યવાહી કરે છે.
-અરૂણિમ ભૂયન
આખરે પાકિસ્તાને કબૂલ કર્યું કે મોસ્ટ વૉન્ટેડ દાઉદ કરાચીમાં છે - ભારતનો મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી
નાણાંકીય પ્રતિબંધો ના આવે અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) તરફથી પોતાને બ્લેક લિસ્ટમાં ના મૂકવામાં આવે તે માટે પાકિસ્તાને આખરે કબૂલ્યું છે કે ભારતનો મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમ કરાચીમાં છે.