ETV Bharat / bharat

કોરોના વચ્ચે સાયબર ત્રાસવાદ

સાયબર ગુનેગારો નબળી લિન્ક શોધીને ધાડ પાડવાની ફિરાકમાં જ હોય છે. હાલમાં સાયબર હુમલાખોરોએ કોરોના મહામારી વચ્ચે લોકોના મનમાં કોરોના વિશે રહેલા ભયનો ફાયદો ઉઠાવીને ધાડ પાડી રહ્યા છે. જાણીને આઘાત લાગશે કે માત્ર આ મહિને જ વિશ્વભરમાં કોરોના મહામારીના નામે 4,00,000થી વધુ સાયબર એટેક થયા છે.

કોરોના વચ્ચે સાયબર ત્રાસવાદ
author img

By

Published : May 27, 2020, 7:28 PM IST

Updated : May 27, 2020, 7:52 PM IST

હૈદરાબાદઃ સાયબર ધૂતારાઓ પોતાને WHO અને UNના પ્રતિનિધિ તરીકે રજૂ કરે છે. છેલ્લા બે મહિનામાં રોગચાળાની માહિતી આપવાના નામે 4,000થી વધુ છેતરપિંડી કરનારી વેબસાઇટ ખૂલી ગઈ છે. હેકર્સ અત્યારે Cerberus Trojan નામના માલવેરનો ઉપયોગ કરી રહ્યા છે અને COVID-19 રોગચાળનો ફાયદો ઉઠાવી રહ્યા છે. કોરોના અપડેટ મોકલવાના નામે સાયબર ધૂતારા શંકાસ્પદ લિન્ક મોકલે છે જો ભૂલતી યુઝર તે લિન્ક પર ક્લિક કરી દે તો તેમની બેન્કિંગ ડિટેઇલ, પાસવર્ડ, એડ્રેસ વગેરે હેક થઈ જાય છે.

ઇન્ટરપોલે ચેતવણી આપી તે પછી સીબીઆઈએ રાજ્યોના પોલીસ વિભાગોને કેન્દ્રીય ગુપ્તચર સિસ્ટમને સાવધાન કરી દીધા છે. રોગચાળા પહેલા ફિશિંગ દ્વારા છેતરપિંડી સામાન્ય બાબત હતી, પરંતુ COVID-19 પછી ઓનલાઇન છેતરપિંડી 10 ગણી વધી ગઈ છે. હેકર્સ અત્યારે લગભગ દરેક ગ્રુપને તેમની ભાષા, રાષ્ટ્રીયતા, બિઝનેસ ઇન્ટરેસ્ટ વગેરેને ધ્યાનમાં રાખીને ટાર્ગેટ કરી રહ્યા છે.

હાલમાં માસ્ક પહેરવો જરૂરી છે તે બાબતનો ફાયદો પણ સાયબર ક્રિમીનલ ઉઠાવી રહ્યા છે. હાલમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા છે તેના કારણે પણ સાયબર ક્રાઇમ માટે સાનુકૂળ સ્થિતિ ઊભી થઈ છે. અત્યારે ઇન્ટરનેટ પર કોઈ પણ સોર્સ પર ભરોસો મૂકી દેવો જોખમી બની ગયું છે.

હાલમાં જ એક હૈદરાબાદીએ વેબસાઇટ પર જોયેલા કસ્ટમર કેર નંબર પર ફોન કર્યો. તેનો લાભ લઈને સામે છેડે ફોન ઉપાડનારે ભોળવીને આ હૈદરાબાદીને એક મેલેસિયસ એપ ડાઉનલોડ કરવાનું સમજાવી દીધું. આ એપ બેન્કિંગ ડિટેઇલ્સ હેક કરી લે છે. લૉકડાઉનને કારણે ઘણા લોકોને ઘરેથી જ કામ કરવું પડે છે. ઓફિસમાં મળે તેવી સાયબર સુરક્ષા ઘરે મળતી નથી, તેને કારણે સાયબર ધૂતારાઓ ફાવી ગયા છે.

ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી ટીમ (ICERT)ના જણાવ્યા અનુસાર ઘરે રહેલા ડિવાઇસ પર સાયબર એટેકનું પ્રમાણ વધી ગયું છે. સાયબર એટેક વિશેના હાલમાં થયેલા અભ્યાસ અનુસાર સૌથી વધુ ઓનલાઇન છેતરપિંડી કેરળમાં થઈ છે. ચાર વર્ષ પહેલાં પાકિસ્તાન સાથે સંકળાયેલા હેકર્સે Crimson RAT નામના માલવેરનો ઉપયોગ કરીને ભારતીય રાજદૂત કચેરીઓ પર સાયબર એટેક કર્યો હતો. હાલમાં જ ફેક ઇમેઇલ દ્વારા આવો પ્રયત્ન ફરી થયાનું બહાર આવ્યું છે.

આવા સંકટ વચ્ચે સીબીઆઈ માત્ર કેન્દ્ર અને રાજ્યોની પોલીસને ચેતવણી આપી દે તેનાથી શું ફાયદો થવાનો? સરકારે કોરોનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેતુ એપ લૉન્ચ કરી છે, જેના વડે કોરોનાની બધી માહિતી મળી શકે. પરંતુ આ એપની સિક્યુરિટીમાં ઘણી ખામી છે અને તે ઘણી વાર ખુલ્લી પડી છે. ટેક લીડર તરીકે ભારતે પોતાના નાગરિકોને સુરક્ષિત રાખવા માટે સાયબર ત્રાસવાદ સામે પણ લડવું રહ્યું.

Last Updated : May 27, 2020, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.