ETV Bharat / bharat

કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક શરૂ, પ્રમુખ પદ માટેની ચૂંટણીનો નિર્ણય લેવાય તેવી શક્યતા - કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક

આજે કોંગ્રેસ સમ બેઠકમાં નવા અધ્યક્ષની ચૂંટણી સાથે કિસાન આંદોલન સહિતનાં અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, આ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણીને લીલી ઝંડી આપવામાં આવી શકે છે અને ચૂંટણીની તારીખ પણ નક્કી થઈ શકે છે.

આજે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક, પ્રમુખ પદ માટેની ચૂંટણીનો નિર્ણય લેવાય તેવી શક્યતા

author img

By

Published : Jan 22, 2021, 12:10 PM IST

  • બેઠકમાં અધ્યક્ષની ચૂંટણીને લીલીઝંડી આપવામાં આવી શકે છે
  • ખેડૂત આંદોલન સહિતનાં મુદ્દાઓ પર આ બેઠકમાંચર્ચા
  • કોંગ્રેસની હાર બાદ પછી વરિષ્ઠ નેતાઓને અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી હતી

નવી દિલ્હી: આજે કોંગ્રેસ કાર્યકારી સમિતિ(સીડબ્લ્યુએલસી)ની બેઠક યોજાઈ છે. જેમાં પક્ષનાં નવા પ્રમુખની ચૂંટણીને લઈને સ્થિતિ સ્પષ્ટ થવાની સંભાવના છે. સીડબલ્યુસીની આ ડિજિટલ બેઠક શરૂછે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણીને લીલીઝંડી આપવામાં આવી શકે છે અને ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા પ્રમુખની ચૂંટણીની સાથે ખેડૂત આંદોલન અને અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

કોંગ્રેસના 99.99 ટકા લોકો રાહુલ ગાંધીને પ્રમુખ બનાવવા ઈચ્છે છે: મહાસચિવ રણદીપ સુરજેવાલા

નોંધપાત્ર વાત એ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી. બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અને કેટલાક રાજ્યોની પેટા-ચૂંટણીઓમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન પછી ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ જેવા કેટલાક વરિષ્ઠ નેતાઓને પાર્ટીના સક્રિય પ્રમુખ બનાવવાની માંગ ઉઠી હતી. આમ તો કોંગ્રેસના નેતાઓનો મોટો વર્ગ ઘણા સમયથી હિમાયત કરી રહ્યો છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસનું શાસન સંભાળવું જોઈએ. કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ તાજેતરમાં કહ્યું હતું કે કોંગ્રેસના 99.99 ટકા લોકો રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસનું નેતૃત્વ કરે તેવું ઇચ્છે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.