ETV Bharat / bharat

દિલ્હીના લોધી એસ્ટેટમાં ફાયરિંગ, CRPFના ઈન્સ્પેક્ટરે પોતાના સીનિયરને મારી ગોળી - ફાયરિંગ

દિલ્હીના પોશ વિસ્તાર લોધી એસ્ટેટમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ ઘટના કોઠીમાં થઈ હતી. આ ઘટનાની જાણ થતાં તમામ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લોધી એસ્ટેટ વિસ્તારમાં નવી દિલ્હી સંસદીય વિસ્તારમાં આવે છે. જ્યાં નેતાઓથી લઈને અનેક કારોબારીઓના ઘર આવેલા છે.

દિલ્હીના લોધી એસ્ટેટમાં ફાયરિંગ,
દિલ્હીના લોધી એસ્ટેટમાં ફાયરિંગ,
author img

By

Published : Jul 25, 2020, 10:16 AM IST

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના પોશ વિસ્તારમાં લોધી એસ્ટેટમાં ફાયરિંગ થયું હતું. જ્યાં અચાનક ગોળીબારીનો અવાજ આવતાં તમામ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેનીય છે કે,લોધી એસ્ટેટ વિસ્તારમાં નવી દિલ્હી સંસદીય વિસ્તારમાં આવે છે. જ્યાં નેતાઓથી લઈને અનેક કારોબારીઓના ઘર આવેલા છે.

મળતી માહિતી પ્રમાણે, CRPFના સબ- ઈન્સ્પેક્ટરે પહેલા પોતાના સીનીયર ઈન્સ્પેક્ટરને ગોળી મારી અને બાદમાં પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હાલ, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો કે, હજુ સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.

પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે CRPFના 2 જવાન ગોળીથી ઇજાગ્રસ્ત થયા હતા. થોડા સમયમાં તે બંનેએ ઘટનાસ્થળે છેલ્લા શ્વાસ લીધા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, CRPF સબ ઇન્સપેક્ટર કરનાલ સિંહ અને ઈન્સ્પેક્ટર દશરથ સિંહ વચ્ચે થોડો તકરાર થયો હતો. જે એટલો વધી ગયો હતો કે, સબ ઇન્સ્પેક્ટરેે પહેલા ઇન્સ્પેક્ટરને ગોળી મારી દીધી અને ત્યારબાદ તેણે પણ પોતાને ગોળી મારી દીધી. જેમાં બંનેના મોત થયા હતા. હાલ, બંનેના મૃતદેહને જપ્ત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.