શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફ જવાનો પર ગોળીબાર કર્યો હતો. જેમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો. આ માહિતી અનંતનાગ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સુદિપ ચૌધરીએ આપી હતી.
મળતી માહિતી મુજબ સૈનિકો જિલ્લામાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.
રાજ્યમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે.
નોંધપાત્ર વાત એ છે કે સોમવારે ઉત્તર કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા.
આ સમય દરમિયાન સેનાએ પાંચ આતંકવાદીઓને પણ માર્યા હતા. આ પહેલા સેનાએ કુલગામ જિલ્લામાં ચાર આતંકીઓને ઠાર માર્યા હતા.