મથુરામાં CRPF જવાને કરી આત્મહત્યા
સરકારી રાયફલ વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી
આત્મહત્યાનું કારણ અકબંધ
મથુરા: મથુરામાં CRPF ની B16 બટાલિયનમાં ફરજ બજાવતા જવાન વિજયકુમાર મીણાએ ડ્યુટી દરમિયાન સરકારી રાયફલ વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. ધડાકાનો અવાજ સંભળાતા ઘટનાસ્થળે અન્ય જવાનો દોડી ગયા હતા અને તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
![મથુરામાં CRPF જવાને કરી આત્મહત્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04:42:03:1605525123_up-mat-02-crpf-jawan-commits-suicide-vis-byte-7203496_16112020153308_1611f_01436_899.jpg)
2018થી મથુરામાં હતો તૈનાત
રાજસ્થાનના કરૌલી જિલ્લાનો 32 વર્ષીય વિજયકુમાર મીણા વર્ષ 2018થી મથુરા ચેકપોસ્ટ પર તૈનાત હતો. સોમવારે સવારે 8 વાગ્યે તે સિવિલ લાઈન ચેકપોસ્ટ પર પહોંચ્યો હતો અને 1-30 વાગ્યે તેણે આત્મહત્યા કરી લીધી હતી.
ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી
વિજયકુમાર મીણાની આત્મહત્યા બાદ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધો હતો. ઉપરાંત, ફોરેન્સિક તથા ડોગ સ્કવોડ ની ટીમ પણ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. પોલીસને તપાસ દરમિયાન હજીસુધી કોઈ સ્યુસાઈડ નોટ હાથ લાગી નથી.