- ક્રિકેટર સુરેશ રૈનાની મુંબઈ પોલીસે કરી ધરપકડ
- કોવિડ પ્રોટોકોલ ભંગને લઇને થઈ ધરપકડ
- એક ક્લબમાં દરોડા દરમિયાન રૈના સહિત 34 પકડાયાં હતાં
મુંબઈઃ શીર્ષ ભારતીય ક્રિક્ટર સુરેશ રૈનાને મુંબઈ એરપોર્ટ પાસે આવેલી એક ક્લબમાં દરોડાની કાર્યવાહી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં રૈનાને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં. દરોડામાંથી કુલ 34 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોમાં મુંબઈ ક્લબના 7 કર્મચારીઓ પણ શામેલ હતાં. આ તમામ પર કોવિડ ગાઈડ લાઈન્સનો ભંગ કરવાનો આરોપ મૂકીને કેસ કરવામાં આવ્યો હતો. એસઆર પી સહાર પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવેલા એખ નિવેદનમાં જણાવાયું હતું કે ક્રિકેટર સુરેશ રૈના એ લોકોમાં શામેલ છે જેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના કારણમાં પ્રોટોકોલના ઉલ્લંધનને દર્શાવાયું હતું. બાદમાં જોકે આરોપીઓને જામીન પર છોડી મૂકવામાં આવ્યાં હતાં.
- મુંબઈ પોલીસે લગાવી આટલી કલમ, જામીન પર છૂટ્યો રૈના
મુંબઈ પોલીસે કહ્યું છે કે ક્રિકેટર સુરેશ રૈના સહિત 34 લોકો પર આઈપીસી ધારા 188, 269, 34 અને NMDAની જોગવાઈઓ હેઠળ મામલો દર્જ કરવામાં આવ્યો હતો. ડ્રેગનફ્લાઇ પબમાં દરોડા પાડવાનું કારણ હતું સમયસીમાનું ઉલ્લંઘન અને કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવામાં આવવું. જેના કારણે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.