નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો ફેલાવો અટકવાનું નામ લઇ રહ્યો નથી, એવામાં દેશમાં પણ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, કોરોના વાઇરસ મહામારી એક મોટો પડકાર છે, પરંતુ આ એક અવસર પણ છે.
શનિવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, આપણે સંકટના સમયે નવીન સમાધાનો પર કામ કરવા માટે વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ડેટા વિશેષજ્ઞો પોતાના પ્રયાસોના વિશાળ પુલને વધારવાની જરુર છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કોરોના વાઇરસ અંગે રાહુલ ગાંધી ટ્વીટ કરીને પોતાની વાત રજૂ કરી છે. એક ટ્વીટમાં તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, કોરોના સામેની લડતમાં દેશવ્યાપી લાદવામાં આવેલા લૉકડાઉન એક માત્ર ઉપાય નથી.