ETV Bharat / bharat

કોરનાની રસી ચાલુ વર્ષના અંત સુધીમાં આવે તેવી આશા છેઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધન - ઔદ્યોગિક સંસાધન પરિષદ

કોરોનાની રસીના દાવેદારોમાંથી એક દાવેદાર પ્રી ક્લિનિકલ માનવ પરિક્ષણના ત્રીજા તબક્કામાં છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધન દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે, કોરનાની રસી ચાલુ વર્ષના અંત સુધીમાં આવી જશે. આ સાથે હર્ષવર્ધને જણાવ્યું કે, અત્યાર સુધીમાં 22 લાખ કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે.

ડૉ. હર્ષ વર્ધન
ડૉ. હર્ષ વર્ધન
author img

By

Published : Sep 14, 2020, 1:57 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે, વર્ષના અંત સુધીમાં દેશમાં કોરોના વાઇરસની રસી આવી જશે. ઉલ્લેખનીય છે કે, કોવિડ 19ની રસીના દાવેદારોમાંથી એક દાવેદારે પ્રી ક્લિનિકલ માનવ પરિક્ષણના ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે. આ રસી ચાલુ વર્ષના અંત સુધીમાં આવી જશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના રિકવરી રેટ 75 ટકા જેટલો છે. જે દિવસેને દિવસે વધી રહ્યો છે. જ્યારે કોરોના મૃત્યુ દર 1.87 ટકા છે. દિલ્હી નજીક સ્થિત ગાઝિયાબાદમાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 10 બેડની અસ્થાયી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતાં હર્ષવર્ધને જણાવ્યું હતું કે, વિશ્વને કોરના વાઇરસ અંગે જાણ થઈ તે બાદ 8 જાન્યુઆરીથી ભારતે કોરોના સંક્રમણ સામે લડવા માટેની જ વ્યૂહરચના બનાવવાની શરૂઆત કરી હતી.

હર્ષવર્ધને જણાવ્યું કે, ઘણા બુદ્ધિશાળી લોકો, વૈજ્ઞાનિકો અને નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે, 135 કરોડની વસ્તીમાં ધરાવતા ભારતમાં જુલાઈ-ઓગસ્ટ સુધી 30 કરોડ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ જશે. તેમજ 5થી 6 લાખ લોકો મૃત્યુ પામશે. તેમને એવું લાગતું હતું કે, દેશનું આરોગ્ય તંત્ર કોરોના મહામારી સામે લડવા માટે અસક્ષમ છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને જણાવ્યું કે, મને આનંદ છે કે, 8 મહિનાની લડત બાદ, ભારતમાં કોરોના રિકવરી રેટ 75 ટકા છે. 30 કરોડ લોકોને ચેપ લગાવાના અંદાજથી વિપરિત, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 30 લાખને પણ પાર પહોંચી નથી. દેશમાંથી 22 લાખ કોરના દર્દીઓ સ્વસ્થ થયા છે અને બાકીના 7 લાખ પણ જલ્દીથી સ્વસ્થ થઈ જશે. આ સફળતા સરકાર અને લોકોના સંકલનશીલ પ્રયત્નો અને ભાગીદારીથી મળી છે. ભારતમાં કોરનાનો મૃત્યુ દર 1.87 ટકા છે, જે વિશ્વમાં સૌથી નીચો છે. આ દરમાં દૈનિક સુધારો થઈ રહ્યો છે. અમે પુણેમાં એક જ પરીક્ષણ પ્રયોગશાળાથી શરૂઆત કરી હતી, પરંતુ અમે કોરોના સંક્રમણને શોધી કાઢવાની ક્ષમતાની સાથે પરીક્ષણ ક્ષમતાને પણ મજબૂત બનાવી છે.

હર્ષ વર્ધનએ જણવ્યું હતું કે, આજે ભારતમાં કોરનાના પરીક્ષણ માટે 1,511 પ્રયોગશાળાઓ છે. શુક્રવારના રોજ દેશમાં લગભગ 10.23 લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આટલા ટૂંકા સમયમાં દેશભરની કોવિડ 19 દર્દીઓને સમર્પિત 15 હજાર હોસ્પિટલોમાં 15 લાખ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જો તેમાં આઇસોલેટની સુવિધા સાથે ગણવામાં આવે તો કુલ 25 લાખ પથારી છે.

હર્ષ વર્ધને NDRFને આપત્તિ વ્યવસ્થાપન તેમજ કોવિડ -19 સામેની લડતમાં તેમના યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. NDRFએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આરોગ્ય પ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલી આ હોસ્પિટલ ગાઝિયાબાદની 8મી બટાલિયનમાં સ્થિત છે. વૈજ્ઞાનિકો, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(CSIR) અને ઔદ્યોગિક સંસાધન પરિષદની પ્રયોગશાળા (CBIR) રૂડકીના સહયોગથી તૈયાર કરવામાં આવી છે.

NDRFના ડાયરેક્ટર જનરલ એસ. એન. પ્રધાને જણાવ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન (DRDO) અને CSIR દ્વારા તમામ આપત્તિ પ્રતિક્રિયા ઉપકરણો ખરીદવાની યોજના છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.