નવી દિલ્હી: ભારતમાં ચેપગ્રસ્ત કોરોના વાઇરસની સંખ્યા 22.68 લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 53,601 નવા કેસ નોંધાયા હતા. આ સાથે દેશભરમાં કોરોના ચેપના સક્રિય કેસ 6,39,929 પર પહોંચી ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડા મુજબ, દેશભરમાં કોરોના ચેપને કારણે અત્યાર સુધીમાં 45,257 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 871 લોકોનાં મોત થયા છે.
તાજેતરના આંકડા મુજબ, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 22,68,676 જેટલા સંક્રમણના કેસ નોંધાયા છે. કુલ ચેપગ્રસ્ત લોકોમાંથી, 15,83,490 લોકો પણ સ્વસ્થ બન્યા છે.
કોરોનાથી અસરગ્રસ્ત ટોચના પાંચ રાજ્યો
મળતી માહિતી મુજબ કોરોના સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, કર્ણાટક અને આંધ્રપ્રદેશ છે. તેમાંથી મહારાષ્ટ્ર (5,24,513) ટોચ પર છે. તે પછી તામિલનાડુ (3,02,815), આંધ્ર પ્રદેશ (2,35,525), કર્ણાટક (1,82,354) અને દિલ્હી (1,46,134) છે. સંક્રમણથી સૌથી વધુ મોત પણ મહારાષ્ટ્ર (18,050)માં થઇ છે. તે પછી તામિલનાડુ (5,041), દિલ્હી (4,131), કર્ણાટક (3,312) અને ગુજરાત (2,672) છે.
કોરોના રોગચાળા વચ્ચે એક દિવસમાં (10 ઓગસ્ટ), કોવિડ -19માં 6,98,290 લોકોની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે 10 ઓગસ્ટ સુધીમાં કુલ 2,52,81,848 લોકોની તપાસ કરવામાં આવી હતી.