હૈદરાબાદ: કોવિડ-19ની કટોકટીએ યુવાન લોકોના શિક્ષણ અને તાલિમ ઉપર વિધ્વશંક રીતે વિપરીત અસર પાડી છે. જ્યારથી કોરોના મહામારી શરૂ થઇ છે ત્યારથી શાળા-કોલેજો બંધ થવાથી અને શિક્ષણની તૈયારીઓ ઠપ થઇ જવાથી નોકરીની સાથે ભણતા 70 ટકાથી વધુ યુવક-યુવતિઓ ઉપર ગંભીર અસરો પડી છે એમ ઇટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.
યુવાધન અને કોવિડ-19: શિક્ષણ, નોકરીઓ, અધિકારો અને માનસિક આરોગ્ય શીર્ષક ધરાવતા આ રિપોર્ટ અનુસાર 65 ટકા યુવક-યુવતિઓએ કહ્યું હતું કે જ્યારથી મહામારી શરૂ થઇ છે ત્યારથી ઘરના રૂમમાંથી વેબસાઇટ અને ઓનલાઇન શિક્ષણ થવાથી તેઓ ખુબ ઓછું ભણી શક્યા છે. વિચારવાના અને તૈયારીઓ કરવાના તેઓના સંખ્યાબંધ પ્રયાસો હોવા છતાં તેઓ પૈકીના અડધા યુવક-યુવતિઓએ સ્વિકાર્યું હતું કે તેઓની પરીક્ષાઓ પાછળ ઠેલાશે, અને 9 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓનો પનો ટૂંકો પડશે.
ઘણીવાર ઘરમાં પૂરતી જગ્યાના અભાવે, જરૂરા સંસાધનોના અભાવે અને ઇન્ટરનેટની ઓછી સુવિધાના કારણે ઓછી આવક ધરાવતા દેશોના યુવા લોકો માટે સ્થિતિ અત્યંત ખરાબ છે. આ મહામારી યુવાન લોકો ઉપર વિવિધ પદ્ધતિએ આઘાત આપી રહી છે. આ મહામારી તેઓની નોકરીઓ અને રોજગારને જ ખતમ નથી કરી રહી પરંતુ તેણે યુવાન લોકોના શિક્ષણ અને તાલિમને પણ ખોરવી નાંખ્યા છે એમ ILOના ડાયરેક્ટર જનરલ ગાય રાયડરે કહ્યું હતું.
વધુ આવક ધરાવતા દેશોના 65 ટકા યુવક-યુવતિઓ વીડિયો લેક્ચરના માધ્યમથઈ પોતાનું શિક્ષણ મેળવે છે જ્યારે ઓછી આવક ધરાવતા દેશોના ફક્ત 18 યુવક-યુવતિઓ જ ઓનલાઇન શિક્ષણ મેળવી શકે છે જેના કારણે પ્રદેશ-પ્રદેશ વચ્ચે એક પ્રકારની ડિજીટલ ખાઇનું સર્જન થયું છે.
આટલા કપરાં સોજોગો હોવા છતા યુવાન લોકો એક થવામાં અને આ કટોકટી વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવવામાં પોતાની ઊર્જાનો ઉપયોગ કરે છે. આ સર્વે અનુસાર પ્રત્યેક ચાર પૈકી એક યુવાન વ્યક્તિએ આ મહામારીમાં સ્વયંસેવક તરીકે પોતાની સેવા આપી છે.
કોવિડ-19ની મહામારી સામેના આ જંગ સામે આપવામાં આવતી લડતને વધુ મજબૂત બનાવવા માં યુવાન લોકોના અવાજ સાંભળવામાં આવે તે અતિ આવશ્યક છે. યુવાન લોકોને પોતાની જરૂરિયાતો માટે અને તેઓના વિચારોને વધુ સક્ષમ રીતે રજૂ કરવા માટે નિર્ણયો કરવાની પ્રક્રિયામાં તેઓનો મત લેવાથીસરકારી કાર્યક્રમો અને નીતિઓને વધઉ અસરકારક બનાવી શકાશે અને યુવાનોને પણ પોતાનું યોગદાન આપવાની તક મળશે એમ આ રિપો4ટમાં કહેવામાં આવ્યું હતું.
યુવાન લોકો કટોકટીના અનુસંધાનમાં પોતાની નોકરીઓ બાબતે કાયમી ધોરણે ગભરાયેલા રહેતા હોય છે તેઓને આ ડરમાંથી બચાવી લેવા સમગ્ર યુવાપેઢીના રક્ષણ અને સલામતી માટે આ રિપોર્ટમાં સત્વરે વ્યાપક પ્રમાણમાં ચોક્કસ લક્ષિત એવા નીતિવિષયક પગલાં લેવાની પણ હાકલ કરવામાં આવી હતી.