ETV Bharat / bharat

4 વર્ષ પહેલા જ બિહારના એક ગામે સોશિયલ ડિસન્ટસ રાખીને રોગચાળાને આપી હતી માત, જાણો શું છે ઘટના...

આજે જ્યારે લોકો લૉકડાઉનનો ભંગ કરતાં જોવા મળે છે, ત્યારે આજે આપણે બિહારના એક એવા ગામની વાત કરીશું જ્યાં ગ્રામજનોએ ચામડીના રોગથી બચવા માટે ચુસ્તપણે સામાજિક અંતર જાળવીને જીવલેણ રોગને માત આપી હતી.

author img

By

Published : Apr 18, 2020, 8:34 AM IST

COVID-19
COVID-19

કટિહાર: બિહારના દેવાનાગંજ મહેલદર ગામમાં ચાર વર્ષ પહેલા ચામડીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો, ત્યારે ગ્રામજનોએ સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરીને આ રોગને માત આપી હતી.

કટિહાર-પૂર્ણિયા સરહદ પર સ્થિત દેવાનાગંજ મહાલદર ગામના ગ્રામજનોમાં દર્દનાક ચામડીના રોગનો ફાટી નીકળ્યો હતો, ત્યારે આ ફેલાવાને અટકાવવા માટે ગ્રામજનોએ સામાજિક અંતર જાળવવાનું શરૂ કર્યુ હતું.

પૂર્વ સરપંચ અનારસી પ્રસાદ સાહે કહ્યું હતું કે, "ગામમાં શીતળા અને ચામડીનો રોગનો ફાટી નીકળ્યો હતો. દરેક વ્યક્તિ આ રોગચાળાની ઝપેટમાં આવી રહ્યાં હતા. જેમાં ઘણા બાળકોના મોત પણ થયા હતા. આ મામલો એસેમ્બલીમાં ઉભો થયો હતો."

આ ઘટના દરમિયાન WHOની ટીમે ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા નિર્દેશ આપ્યા હતા. તેઓએ સામાજિક અંતર જાળવવા માટેના નિયમો પણ બનાવ્યાં હતા. જેનો ગ્રામજનોએ પાલન કરીને આ રોગચાળા સામે મજબૂતાઈથી લડત આપી હતી.

મુખ્ય પ્રદીપ કુમાર સાહએ જણાવ્યું હતું કે "અમે આ રોગને પહેલા હરાવી દીધો છે. આજે જ્યારે કોરોના વાઈરસ માટે સામાજિક અંતર પણ સૂચવવામાં આવી રહ્યું છે, ત્યારે અમે સતત તેનું પાલન કરી રહ્યા છીએ."

જો કે, ગામના લોકો રોગચાળા પછી સામાન્ય જીવનમાં પાછા વળ્યા હતા. પરંતુ તેઓ હવે સામાજિક અંતર જાળવવાની આદત પામ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.