નવી દિલ્હી: કોવિડ-19 રસીને ખરીદવા અને મેનેજમેન્ટ અમલીકરણની સાથે-સાથે નૌતિક પાસા પર વિચાર કરવા માટે નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલની અધ્યક્ષતામાં નિષ્ણાંત સમિતિની બેઠક મળશે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયે એક ટ્વીટ કર્યું છે. રસી વ્યવસ્થાપન બનેલી સમિતિ રાજ્ય સરકારો અને ટીકા નિર્માતો સહિત બધા હોદ્દેદારો સાથે મળીને કામ કરશે.
આ સમિતિ રસી વિકસિત થયા બાદ તેમના વ્યવસ્થાપન, વિતરણ અને કોલ્ડ ચેન ક્રિયાન્વયન અને રસી આપનાર લોકો પ્રશિક્ષિત કરવા પ્રાથમિકતા આપવાના પાસા પર રણનીતિ તૈયાર કરશે. કોવિડ-19 રસી વ્યવસ્થાપન અંગે આજે નિષ્ણાંત સમિતિની બેઠક મળશે. આઈસીએમઆરના મહાનિર્દશક બલરામ ભાર્ગવે ગત્ત મંગળવારે કહ્યું હતું કે, કોવિડ-19 2 સંભવિત રસીને માનવ ટ્રાયલનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને પરિક્ષણ બીજા તબક્કામાં પહોચ્યો છે. આ રસીને ભારત બાયોટેક ભારતીય આર્યુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ અને ઝાયડ્સ કૈડિલા લિમિટેડની સાથે મળી સ્વદેશમાં જ વિકસિત કરી રહ્યાં છે.
પુણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા ઑક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કોવિડ-19ની સંભવિત રસીના બીજા અને ત્રીજા તબક્કાનું માનવ પરીક્ષણ કરવાની પરવાનગી આપવામાં આવી છે. સ્વાસ્થ મંત્રાલયે સવારે 8 કલાકના આંકડા મુજબ દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસ 22,68,675 થયા છે. જ્યારે મૃત્યુઆંક 45,257 થયો છે.