તેલંગણા: રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે મહત્વનો નિર્ણય કરતા જણાવ્યું કે, રાજ્યમાં 7 મે સુધી લોકડાઉન વધી શકે છે. જોકે કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ નિર્ણયને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
મુખ્યપ્રધાને કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે, ખાદ્યવસ્તુઓ અને પાર્સલની ઓનલાઇન તથા ડોર ટુ ડોર ડિલીવરી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. સૂચિત માર્ગદર્શિકા મુજબ મકાનમાલિક પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને તેમના ભાડૂઆતો પાસેથી ત્રણ મહિનાનું ભાડૂ નહીં માગે.