હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 77,266 કેસ નોંધાયા છે. કુલ કેસનો આંકડો 33 લાખ 87 હજારને પાર કરી ગયો છે. કુલ મૃત્યુઆંક 61529 નોંધાયો છે.
નવી દિલ્હી
- સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને શુક્રવારે જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર 300 હોસ્પિટલોના નેટવર્ક દ્વારા કોવિડ -19 પરીક્ષણ કરશે.
- શહેરમાં કોરોના વાઈરસ દર્દીઓની શોધ શરૂ કરશે.
- 53 ટકા એક્ટિવ કેસ હોમ આઈસોલેશનમાં છે.
પંજાબ
- પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે COVID-19 વચ્ચે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે માટે ‘mSeva WhatApp ChatBot’ લોન્ચ કર્યું છે. લોકો મિસ કોલ આપીને અથવા વોટ્સએપ મેસેજ કરીને મદદ માંગી શકે છે.
- વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજર રહ્યાં પછી કૉંગ્રેસ નેતા કોરોના પોઝિટિવ આવ્યા છે.
હરિયાણા
- સોમવારે અને મંગળવારે દુકાન, ઓફિસ, શોપિંગ મોલ બંધ રહેશે.
- જરુરી સેવાઓની દુકાનો, ઓફિસ ચાલુ રહેશે.
કર્ણાટક
- જેડીએસના પૂર્વ નેતા એચ.ડી. રેવન્ના કોરોના પોઝિટિવ આવ્યા છે, એમ પાર્ટી સૂત્રોએ જણાવ્યું હતું.
તમિલનાડુ
- કૉંગ્રેસ સાંસદ એચ.વસંથાકુમાર (70)નું કોરોના વાઈરસને લીધે નિધન થયું છે.
- સાંસદને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઓડિશા
- ભુવનેશ્વર કોર્પોરેશને સેરોલોજિકલ સર્વેનો બીજો તબક્કો ચાલુ કર્યો છે.
- પાંચ ટીમો ભુવનેશ્વર શહેરમાંથી 1500 લોકોના સેમ્પલ લેશે.
પશ્ચિમ બંગાળ
- કોવિડ-19ના પ્રોટોકોલને અનુસરીને વિધાનસભાનું ચોમાસું સત્ર 9 સપ્ટેમબરે ચાલુ થશે.
- છેલ્લું સત્ર 17 માર્ચે થયું હતું.
ઉત્તરાખંડ
- શસસ્ત્ર સીમા બળના 50 જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે.
- રાજ્યમાં કુલ કેસ 17,277 છે.
- 5274 એક્ટિવ કેસ છે.
- 11775 લોકો રિકવર થયાં છે.
- 228 લોકોના મોત નીપજ્યાં છે.