હૈદરાબાદ: દેશમાં છેલ્લા 24 કલાકમાં 944 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 49,980 થઈ ગયો છે. દેશમાં સંક્રમણના કેસ વધીને 25,89,600 થયા છે, જેમાંથી 6,77,444 લોકો સારવાર લઈ રહ્યા છે અને સારવાર બાદ 18,62,258 લોકો સાજા થયા છે.
- નવી દિલ્હી
રવિવારે દિલ્હીમાં કોરોનાના 652 નવા કેસ નોંધાયા છે અને 8 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ કેસ 137561 થઇ ગયા છે, જેમાં અત્યાર સુધીમાં 4196 લોકોના મોત થયા છે.
- ગુજરાત
રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 70 હજારને પાર પહોંચી છે. ત્યારે, છેલ્લા 24 કલાકમાં નવા 1,120 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 20 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ 78,783 પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારના રોજ 959 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
- પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં રવિવારે કોરોનાના 3066 નવા કેસ નોંધાયા છે અને 51 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ કેસો 1,16,498 થઇ ગયા છે.
- રાજસ્થાન
રાજસ્થાનમાં, કોરોનાના 1317 નવા કેસ નોંધાયા છે અને 13 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં કુલ 61296 કેસ થઇ ગયા છે, જેમાં અત્યાર સુધીમાં 876 મોત થયા છે.
- મુંબઈ
મુંબઈમાં કોરોનાના 1010 નવા કેસ નોંધાયા છે અને 47 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,28,736 પર પહોંચી ગયો છે, જેમાં અત્યાર સુધીમાં 7130 લોકો મૃત્યુ પામ્યા છે.
- હરિયાણા
હરિયાણામાં કોરોનાના 743 નવા કેસ નોંધાયા છે અને 10 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં કુલ આંકડો 47,153 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 538 ના મોત થયા છે.
- કર્ણાટક
કર્ણાટકમાં, કોરોનાના 7040 નવા કેસ નોંધાયા છે અને 124 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં કુલ 226966 કેસ છે, જેમાં અત્યાર સુધીમાં 3947 મોત થયા છે.
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં કોરોનાના 11111 નવા કેસ નોંધાયા છે અને 288 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં કુલ આંકડો 5,95,865 થઇ ગયા છે, ત્યારે 20037 ના મોત થયા છે.