હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલય પ્રમાણે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 47,703 કોવિડ-19ના કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 14 લાખથી વધુ છે. જ્યારે 9 લાખ 52 હજારથી વધુ લોકો રિકવર થયા છે.
ઝારખંડ
- રિમ્સ હોસ્પિટલમાં પ્લાઝ્મા ડોનેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.
- આ સેન્ટરમાં કોવિડ-19ના દર્દીઓને પ્લાઝમા થેરાપી આપવામાં આવશે.
- ઈન્ફેક્શનનો રેટ 6.1 ટકા છે.
રાજસ્થાન
- જોધપુરમાં કોવિડ-19ના કેસ વધી રહ્યાં છે.
- ક્લસ્ટર બેઝ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
- છેલ્લા 13 દિવસમાં જોધપુરમાં અને અલવરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે.
- રાજ્યમાં કુલ 9,997 એક્ટિવ કેસ છે.
બિહાર
- બિહારમાં ઈન્ફેક્શનનો રેટ 8 ટકા વધ્યો છે.
- પટનામાં 7 હજારથી વધુ કેસ છે.
- આરોગ્ય પ્રધાન મંગલ પાંડેએ જણાવ્યું કે, વધુ 320 ઓક્સિજન સિલિન્ડરની માગ પૂરી કરવામાં આવશે.
દિલ્હી
- મંગળવારે નવા 1056 કેસ નોંધાયા હતા.
- કુલ કેસની સંખ્યા 1.32 લાખ થઈ ગઈ છે.
- મૃત્યુઆંક 3881 પર પહોંચ્યો છે.
- કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેનો આંકડો આજે 716 પર પહોંચ્યો હતો.