હૈદરાબાદઃ દેશભરમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યાં છે. WHOએ જણાવ્યું છે કે, આ મહામારી ધીરે ધીરે ભયાનક બની રહી છે. આ મહામારીની ચપેટમાં ઘણાં દેશો આવ્યા છે. ઘણાં દેશો ખોટી દિશામાં આગળ વધી રહ્યાં છે અને ભૂલ કરી રહ્યાં છે. ભારતમાં કુલ મૃત્યુઆંક 23,727 થયો છે અને કુલ એક્ટિવ કેસ 3,11,565 છે.
દિલ્હી
- દિલ્હીમાં કોવિડ-19ના કેસ છેલ્લાં કેટલાંક દિવસોમાં ઓછા થયાં છે, પરંતુ સામાન્ય માણસમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
- છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે.
- સર્વે પ્રમાણે 15 ટકા લોકો હજુ કોરોનાનો શિકાર બની શકે છે. આ સર્વે 26 જૂનથી 6 જુલાઈ વચ્ચે કરવામાં આવ્યો છે.
- એન્ટિબોડી ટેસ્ટિંગ માટે 22,823 સેમ્પલ લેવામાં આવ્યા હતા. 10થી 15 ટકા લોકોમાં કોરોનાનો ચેપ જણાયો અને તે રિકવર પણ થઈ ગયાં.
બિહાર
- પટનાના બિરચંદ્ર રોડ પર આવેલું ભાજપા કાર્યાલય કોરોના હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું છે.
- 24 ભાજપા લીડર અને કાર્યકર્તામાં કોવિડ-19નો ચેપ લાગ્યો છે.
- ભાજપા હેડક્વાર્ટરથી સ્ટાફના સભ્યો અને 100 કરતાં વધારે ભાજપા કાર્યકર્તાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.
- કોવિડ-19ના વધતાં સંક્રમણને ધ્યાને રાખી મુખ્યપ્રધાન નીતિશ કુમારે 16 જુલાઈથી 31 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન ઘોષિત કર્યું છે. જરુરી સેવાઓ ચાલુ રહેશે.
હિમાચલ પ્રદેશ
- છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 111 નવા કેસ નોંધાયા છે.
- રાજ્યમાં કુલ 345 એક્ટિવ કેસ છે અને મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે.
રાજસ્થાન
અલવર
- અલવર શહેરમાં બજારો સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
- અલવર શહેરમાં બજારો સોમવારે અને મંગળવારે બંધ રહેશે.
- જરુરી સેવાઓ ચાલુ રહેશે.
ઓડિશા
ભુવનેશ્વર
- છેલ્લા 24 કલાકમાં 609 લોકો રિકવર થયાં છે.
- કુલ કેસની સંખ્યા 9864 થઈ છે.
- મૃત્યુઆંક 74 થયો છે.
- જ્યારે રાજ્યમાં 543 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 14 હજારને પાર થઈ ગઈ છે.
- કુલ એક્ટિવ કેસ 14280 છે અને 9255 લોકો રિકવર થયાં છે.
ચંદીગઢ
- ચંદીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં પરમિશન વગર બહારના રાજ્યના લોકોને તબીબી સેવા આપવામાં નહીં આવે.