હૈદરાબાદ: ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં આ જીવલેણ વાઇરસના 7 લાખથી વધુ કેસ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 22,252 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 467 લોકોના મોત થયા છે. દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 7,19,665 થઈ ગઈ છે. જેમાંથી 2,59,557 સક્રિય કેસ છે, અને 4,39,948 લોકો હોસ્પિટલમાંથી સાજા તઇને પોતાના ઘરે પરત ફર્યા છે. દેશમાં 20,160 લોકોના મોત થયા છે.
- પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં મંગળવારે કોરોનાના 850 નવા કેસ નોંધાયા હતા અને 25 લોકોના મોત નીપજ્યાં હતા. રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 23,837 થઈ છે અને મૃત્યુઆંક વધીને 804 પર પહોંચી ગયો છે. રાજ્યમાં હાલમાં 7243 સક્રિય કેસ છે.
- ગોવા
ગોવામાં મંગળવારે કોરોનાના 90 નવા કેસ નોંધાયા હતા. જે બાદ, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1903 થઈ ગઈ છે, જેમાં 739 કેસ સક્રિય છે. જ્યારે 1156 લોકો સારવાર બાદ સાજા થઇ ગયા છે અને આઠ લોકોના મોત નીપજ્યાં છે.
- કર્ણાટક
છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં 1498 નવા કેસ નોંધાયા હતા અને 15 લોકોના મોત નીપજ્યાં હતા. આ પછી રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 26,815 પર પહોંચી ગઈ છે, જેમાંથી 11,098 લોકો સાજા થઇ ગયા છે અને 416 લોકોનાં મોત નીપજ્યાં છે.
- દિલ્હી
મંગળવારે દિલ્હીમાં 2008 કોરોના ચેપના નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા.જ્યારે 2129 સાજા થયા હતા અને 50 લોકો મૃત્યુ પામ્યા હતા. દિલ્હીમાં કુલ કેસની સંખ્યા 1,02,831 થઈ ગઈ છે, જેમાંથી 74, 217 સાજા થયા છે અને 3165 લોકોના મોત થયા છે.
- ગુજરાત
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 778 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 17 લોકોના મોત નીપજ્યાં હતાં. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 37636 પર પહોંચી ગઈ છે, જેમાંથી 26744 લોકો સાજા થયા છે અને 1979 લોકોના મોત અત્યાર સુધીમાં થયા છે.
- મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં કોરોના ચેપના 343 નવા કેસ છે અને પાંચ લોકોના મોત નીપજ્યાં હતા. જે બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 15,627 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 622 લોકોના મોત નીપજ્યાં છે.
- ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં મંગળવારે ચેપના 69 નવા કેસ નોંધાયા છે. આ પછી રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 3220 પર પહોંચી ગઈ છે. આમાંથી 2621 લોકો સાજા થઇ ગયા છે અને 538 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત નીપજ્યાં છે.
- મહારાષ્ટ્ર
મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 5134 નવા કેસ નોંધાયા છે અને 224 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 2,17,121 થઈ ગઈ છે. આમાંથી 1,18,558 લોકો સાજા થયા છે, જોકે 89,294 કેસ સક્રિય છે અને અત્યાર સુધીમાં 9250 લોકો મૃત્યુ પામ્યા છે.
- તમિળનાડુ
તમિળનાડુમાં, ચેપના 3616 નવા કેસ નોંધાયા છે અને 65 લોકોનાં મોત નીપજ્યાં છે. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,18,594 થઈ છે અને મૃત્યુઆંક 1636 પર પહોંચી ગયો છે.