ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કોવિડ-19ના કારણે અત્યાર સુધી 14,011 મોત - કોરોના અપડેટ ભારત

છેલ્લા 24 કલાકમાં 14,933 નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 312 લોકોનાં મોત થયાં છે. ભારતમાં કોવિડ -19ના કેસની સંખ્યા મંગળવારે 4,40,215 પર પહોંચી ગઈ છે. એમએચએફડબ્લ્યુ દ્વારા તાજેતરના અપડેટ મુજબ, દેશમાં કોવિડ-19ના કારણે અત્યાર સુધીમાં 14,011 મોત નોંધાયા છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટઃ કોવિડ-19ના કારણે અત્યાર સુધી 14,011 મોત
author img

By

Published : Jun 23, 2020, 10:49 PM IST

હૈદરાબાદ: છેલ્લા 24 કલાકમાં 14,933 નવા કેસ નોંધાયા છે અને 312 લોકોનાં મોત થયાં છે. ભારતમાં કોવિડ -19ના કેસોની સંખ્યા મંગળવારે 4,40,215 પર પહોંચી ગઈ છે. એમએચએફડબ્લ્યુ દ્વારા તાજેતરના અપડેટ મુજબ, દેશમાં કોવિડ-19ના કારણે અત્યાર સુધીમાં 14,011 મોત નોંધાયા છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટઃ કોવિડ-19ના કારણે અત્યાર સુધી 14,011 મોત

મહારાષ્ટ્ર

મુંબઈ સ્થિત શિવસેના ભવનમાં પાર્ટીના વરિષ્ઠ કાર્યકરને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે શિવસેના ભવનને સીલ કરી દેવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, આ બિલ્ડિંગ 8 દિવસ સુધી સીલ કરવામાં આવશે. પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓએ 4 દિવસ પહેલા ભવનની મુલાકાત લીધી હતી. દરમિયાન, મુંબઇ આરોગ્ય વિભાગ શહેરમાં ગુમ થયેલા 70 COVID-19 દર્દીઓની શોધખોળ માટે પોલીસની મદદ લેશે.

નવી દિલ્હી

22 જૂનના આરોગ્ય બુલેટિનમાંથી બહાર આવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં ફક્ત 14,682 નમૂનાઓ જ લેવામાં આવ્યા હતા. જેની સામે દરરોજ 18,000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અગાઉ દિલ્હીના મુખ્યપ્રધાને માહિતી આપી હતી કે શહેરમાં પરીક્ષણમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે અને હવે રાષ્ટ્રીય રાજધાનીમાં રોજ 18,000 પરીક્ષણો લેવામાં આવી રહ્યાં છે.

રાજસ્થાન

રાજસ્થાનના દક્ષિણી જિલ્લા બાંસવાડામાં રિકવરી રેટ આજે 100 ટકા થયો છે. આજે 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં 92 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. 2 દર્દીઓના મોત થયા છે.

કર્ણાટક

રાજ્યના પાટનગર બેંગલુરુમાં વધતા જતા કેસોના પગલે મંગળવારે 4 પોલીસ સ્ટેશન સીલ કરી દેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, હલસૂર ગેટ સ્ટેશન પર કામ કરનારા હેડ કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવા આવતા અધિકારીઓને અલગ રાખવામાં આવ્યા છે.

બનાસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારને પણ મોબાઇલ ચોરીના આરોપી વ્યક્તિને પોઝિટિવ આવ્યા બાદ સ્ટેશનની હદમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને સીલ કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન, આરોપીને કોરોના પોઝિટિવ આવતા પુત્તેનહલ્લી પોલીસ સ્ટેશન પણ સીલ કરી દેવામાં આવ્યું છે.

છત્તીસગઢ

છત્તીસગઢના રજનાનંદગાવ જિલ્લાના ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવતા વિધાનસભા અને સેક્રેટેરિયેટ બિલ્ડિંગ 24 જૂનથી 28 જૂન સુધી બંધ કરવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશ

પ્રધાન નરોત્તમ મિશ્રાના જણાવ્યા અનુસાર રાજ્યનું વહીવટીતંત્ર રાજધાની ભોપાલમાં ડોર-ટુ-ડોર સર્વે કરશે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે રાજ્યમાં રિકવરી રેટ 76% છે. મધ્ય પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 175 નવા કેસ સાથે કેસની સંખ્યા 12,078 પર પહોંચી ગઈ છે. જ્યારે 6 લોકોમાં ચેપ લાગવાથી મોત નીપજતા 521 લોકો મૃત્યુ પામ્યા હોવાનું એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.

ઉત્તરાખંડ

રાજ્યમાં મંગળવારે કોવિડ-19ે કારણે વધુ એક મોત નીપજ્યું હતું. રાજ્યમાં કોવિડ-19ના કેસની સંખ્યા 2505 પર પહોંચી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગના બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ઉધમસિંહ નગર જિલ્લામાં એક 29 વર્ષીય વ્યક્તિનું કોવિડ-19થી મૃત્યુ થયું હતું.

ઓડિશા

આરોગ્ય વિભાગના અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, ઓડિશામાં વધુ 2 લોકોના કોવિડ -19ને કારણે મોત થયાં છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં કેસની સંખ્યા 5470 પર પહોંચી છે. જ્યારે નવા 167 કેસ નોંધાયા છે.

પંજાબ

રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત થયા છે. 169 નવા કેસ નોંધાયા છે. કુલ 105 લોકોના કોવિડ-19ને કારણે મોત થયા છે. કોવિડ-19ના કેસનો કુલ આંકડો 4397 પર પહોંચ્યો છે.

ઝારખંડ

ઝારખંડમાં 42 નવા કોવિડ-19ના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19ના કેસની સંખ્યા 2140 પર પહોંચી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.