મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના 400 વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી દિવસેને દિવસે લોકોના મોતનો ફેલાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે આ રોગચાળાને નાથવા માટે ઓનલાઈન ઝૂંબેશ હાથ ધરી છે.
સરકારે ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેમાં નાગરિકો તેમના ઘરોની આરામથી તેમના લક્ષણોનું મૂલ્યાંકન કરી શકે છે અને બાદમાં અધિકારીઓને તેમની સ્થિતિ વિશે કોઈ શંકા હોય તો તેઓનો સંપર્ક કરી શકે છે.
મળતી માહિતી પ્રમાણે, રાજ્ય સરકારે આ ઓનલાઈન પહેલ માટે એપોલો 24x7 સાથે સહયોગ કર્યો છે અને એક ઓનલાઇન ટૂલ લોન્ચ કર્યું છે. જેનાથી લોકો ઘરે બેઠા વાઈરસના લક્ષણોની આકારણી કરી શકે છે.
WHO અને ભારત સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ, કોરોના વાઈરસ ચેપ સાથે સંકળાયેલા હળવા લક્ષણોનો અનુભવ કરનારા વ્યક્તિઓને સ્વ-સંસર્ગ નિષેધ કરવો પડે છે અથવા તેમની સ્થિતિ વધુ વણસી આવે તો હોસ્પિટલમાં જાણ કરવી જરૂરી છે.