ETV Bharat / bharat

ભારતમાં કોરોનાઃ એક દિવસમાં રેકોર્ડબ્રેક 64,399 નવા કેસ, 861 લોકોના મોત

author img

By

Published : Aug 9, 2020, 12:16 PM IST

ભારતમાં કોવિડ 19ના એક દિવસમાં રેકોર્ડ 64,399 નવા કેસ સામે આવતા રવિવારે સંક્રમણનો કુલ આંકડો 21 લાખને પાર પહોંચ્યો છે, જ્યારે 861 લોકોના મોત થવાથી મૃત્યુઆંક 43,379 થયો છે.

Covid 19
Covid 19

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19ના એક દિવસમાં રેકોર્ડ 64,399 નવા કેસ સામે આવતા રવિવારે સંક્રમણનો કુલ આંકડો 21 લાખને પાર પહોંચ્યો છે, જ્યારે 861 લોકોના મોત થવાથી મૃત્યુઆંક 43,379 થયો છે.

આ અંગે સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 53,879 થી વધુ લોકોએ કોરોના વૈશ્વિક મહામારીને મ્હાત આપીને સ્વસ્થ થયા છે. જેની સંખ્યા 14,80,884 થઇ છે. આ સાથે જ સ્વસ્થ થનારા દર્દીઓનો દર 68.78 ટકા થયો છે. મૃત્યુદર ઘટીને 2.01 ટકા થયો છે. દેશમાં આ સમયે 6,28,747 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. દેશમાં કોરોના વાઇરસના કુલ કેસ વધીને 21,53,010 થયા છે.

ભારતમાં કોરોના વાઇરસ

કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ -19ની રોકથામ, તપાસ, ક્વોરન્ટાઇન અને ઉપચાર માટે કરવામાં આવતા પ્રયાસોને કારણે આ મહામારીથી સ્વસ્થ થતા લોકોનો દર 68.32 ટકા થયો છે. જ્યારે મૃત્યુદર ઘટીને 2.04 ટકા થયો છે. મંત્રાલયે કહ્યું કે, ભારતમાં પ્રતિ 10 લાખની આબાદી પર સંક્રમણના કેસ 1496 છે, જ્યારે વૈશ્વિક 2425 છે.

રાજસ્થાનમાં એક દિવસમાં આવ્યા 596 નવા કેસ

રાજસ્થાનમાં કોવિડ-19 ના છેલ્લા 24 કલાકમાં 596 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે છ લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ 51,924 પોઝિટિવ કેસ છે. મૃત્યુઆંક 784લ પર પહોંચ્યો છે. કુલ સક્રિય કેસ 13,847 છે.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 60 જવાન કોરોના પોઝિટિવ

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આજે ફરીથી સીઆરપીએફના 60 જવાન એક સાથે કોરોના પોઝિટિવ થયા છે. જે બાદ ગ્વાલિયરમાં કોરોનાના દર્દીઓના આંકડા વધીને ત્રણ હજારને પાર પહોંચ્યા છે, તો અત્યાર સુધી શહેરમાં સંક્રમણથી 27 લોકોના કોરોનાથી મોત થયા છે.

શનિવારે આવેલા રિપોર્ટમાં સીઆરપીએફ ઉપરાંત ભિંડ, મુરૈન અને ગ્વાલિયરમાં 78 લોકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે જ જયારોગ્ય હોસ્પિટલ સમૂહના બે ડૉકટરને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.