નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત મૃત્યુની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. જ્યારે હાલમાં સંક્રમિતોની સંખ્યા 33 હજાર 050 પર પહોંચી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને જણાવ્યું કે, સંક્રમિતોથી ઓછામાં ઓછા 8324 લોકોની સારવાર બાદ સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 23,651 લોકોની સારવાર ચાલી રહી છે.
મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં કુલ મૃત્યુઆંક 1074 પર પહોંચ્યો છે. જેમાંથી 432 મોત મહારાષ્ટ્રમાં જ થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં 119, દિલ્હીમાં 54, ગુજરાતમાં 181 અને તેલંગણામાં 26 લોકોના મોત નિપજ્યા છે.
જો બીજા રાજ્યની વાત કરવામાં આવે તો પંજાબમાં કોરોનાથી 19, તમિલનાડુમાં 25, કર્ણાટકમાં 20, આંધ્ર પ્રદેશમાં 31, પશ્ચિમ બંગાળમાં 22, ઉત્તર પ્રદેશમાં 36, જમ્મુ-કાશ્મીરમાં 8, હરિયાણામાં 3, રાજસ્થાનમાં 51 અને ઝારખંડમાં 3 લોકોના મોત નિપજ્યા છે.
આ સિવાય બિહારમાં 2, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને અસમમાં એક-એક વ્યક્તિના મોત નિપજ્યા છે.
આ રાજ્યોમાં સંક્રમિત લોકોની સંખ્યા
મંત્રાલયના આંકડાઓ અનુસાર સૌથી વધુ 9318 સંક્રમિતોના કેસ મહારાષ્ટ્રમાં થયા છે. દિલ્હીમાં 3314, તમિલનાડુમાં 2058, રાજસ્થાનમાં 2364, મધ્ય પ્રદેશમાં 2561, ઉત્તર પ્રદેશમાં 2115 કેસ સામે આવ્યા છે. જ્યારે આ ઉપરાંત ગુજરાતમાં 3774 અને તેલંગણામાં 1012 કેસ સામે આવ્યા છે.