નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 67,151 કેસ અને 1,059 લોકોના મોત થયાં છે. આ આંકડાઓ પછી દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસો વધીને 32,34,475 થઇ ગયા છે. જેમાં 24,67,759 કેસ સ્વસ્થ અને 59,449 લોકોનાં મોતનો સમાવેશ થાય છે. તમને જણાવી દઇએ કે, હાલ એક્ટિવ કેસની સંખ્યા 7,07,267 છે.
કોરોનાથી પ્રભાવિત પાંચ રાજ્ય
રાજ્ય | કુલ આંકડા |
મહારાષ્ટ્ર | 6,82,383 |
તામિલનાડુ | 3,79,385 |
આંધ્રપ્રદેશ | 3,53,111 |
કર્ણાટક | 2,77,814 |
ઉત્તર પ્રદેશ | 1,87,781 |
આ રાજ્યોમાં કોરોનામાં સૌથી વધુ મોત થયાં છે
રાજ્ય | મૃત્યુ |
મહારાષ્ટ્ર | 22,253 |
તમિલનાડુ | 6,517 |
કર્ણાટક | 4,683 |
દિલ્હી | 4,300 |
આંધ્રપ્રદેશ | 3,282 |