નવી દિલ્હીઃ દેશમાં ફેલાયેવા કોરોનાવાઈરસને લઈ સ્વાસ્થ્ય મંત્રાલય સતત જાણકારી આપી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ અંગે માહિતી આપતાં કહ્યું કે, દેશમાં કોરોના સંક્રમિત લોકોમાંથી 1023 લોકો તબલીગી જમાતમાં સામેલ થનારા લોકો છે. હાલ આ કોરોના સંક્રમમિત લોકો અલગ અલગ 17 રાજ્યોમાં છે.
વધુમાં અગ્રવાલે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 601 નવા કેસ સામે આવ્યાં છે, તેમજ 12 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં મોતનો કુલ આંકડો 68એ પહોંચ્યો છે.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે, તબલીગી જમાતીઓને અને તેના સંપર્કમાં આવેલા લગભગ 22, 000 લોકોને ક્વોરનટાઈનમાં રાખવામાં આવ્યાં છે.