બેંગાલુરુ: કર્ણાટક સરકારે પાંચ રાજ્યોથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટક સરકારે કોરોનાના ચેપથી ખરાબ રીતે અસરગ્રસ્ત પાંચ રાજ્યોથી આવતી ફ્લાઇટ્સને અસ્થાયીરૂપે પ્રતિબંધિત કરી દીધી છે.
આ પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન છે. આ ઉપરાંત રાજ્ય સરકારે તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રથી રેલવે અને માર્ગ પરિવહન પર પણ પ્રતિબંધ મૂક્યો છે.