નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 26,506 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 475 લોકોના મોત થયા છે. નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ દેશભરમાં કુલ કેસની સંખ્યા 7,93,802 થઇ છે. જેમાં 21,604 મૃતકો પણ સામેલ છે. આ આંકડા કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે જાહેર કર્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી શુક્રવારે સવારે 8 કલાકે નવા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર કોરોના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા 2,76,685 છે. આ આંકડા અનુસાર 4,95,512 લોકો સ્વસ્થ થયા છે.
મંત્રાલય અનુસાર, દેશમાં હાલનો રિક્વરી રેટ થોડા સુધારા સાથે હવે 62.09 ટકા થયો છે. જેની વિપરીત મૃત્યુ દરમાં થોડો ઘટાડો આવ્યો છે અને તે 2.75 ટકા છે.
ઉત્તર પ્રદેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 10 હજારને પાર
ઉત્તર પ્રદેશમાં કુલ કેસની સંખ્યા 32,362 થઇ છે. સક્રિય કેસની કુલ સંખ્યા 10,373 થઇ છે. યૂપીના પ્રમુખ સચિવ અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે, રાજ્યમાં પુરી રીતે સ્વસ્થ થઇને ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 21,127 છે. અત્યાર સુધીમાં આ મહામારીથી 862 લોકોએ જીવ ગુમાવ્યા છે.
દિલ્હીમાં 3,258 લોકો હાર્યા કોરોનાની જંગ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી કોરોના સંક્રમણના કેસમાં ત્રીજા સ્થાને છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 1,07,051 કેસની પુષ્ટિ કરવામાં આવી છે. તેની સાથે જ રાજધાનીમાં મૃત્યુઆંક 3,258 પર પહોંચ્યો છે. તો 21,567 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 82,226 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ગુજરાતમાં 27,718 લોકોએ કોરોનાને આપી માત
કોરોના સંક્રમણથી પ્રભાવિત શીર્ષ રાજ્યોમાં ગુજરાત ચોથા નંબર પર છે. જ્યાં પુષ્ટ કેસનો આંકડો 39,194 પર પહોંચ્યો છે, તો અત્યાર સુધીમાં રાજ્યમાં 2,008 લોકોના મોત થયા છે. 27,718 લોકો અત્યાર સુધીમાં સંક્રમણથી બહાર આવ્યા છે. 9,468 એક્ટિવ કેસ છે.
તમિલનાડુમાં 46,655 એક્ટિવ કેસ
રાજ્ય સ્વાસ્થય વિભાગે જાણકારી આપી કે, અત્યાર સુધીમાં તમિલનાડુમાં કુલ 1,26,581 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 46,655 એક્ટિવ કેસ છે. જ્યારે 1,765 લોકોના મોત થયા છે, તો 78,161 લોકો સ્વસ્થ પણ થયા છે.
મહારાષ્ટ્રમાં 9,667 લોકોએ કોરોનાને આપી માત
કોરોના સંક્રમણથી પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર શીર્ષ પર છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 2,30,599 પોઝિટિવ કેસ છે, જેમાં 93,673 એક્ટિવ કે છે, જ્યારે 1,27,259 લોકો સ્વસ્થ થયા છે. રાજ્યમાં આ મહામારીથી અત્યાર સુધીમાં 9,667 લોકોના મોત થયા છે.