હૈદરાબાદઃ ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણથી 2,293 લોકોના મોત થયા છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતના 32 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી કોરોના વાઇરસ સંક્રમણના કેસ સામે આવ્યા છે.
સમગ્ર ભારતમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 70,756 સુધી પહોંચી છે. જેમાંથી 46,008 કેસ એક્ટિવ છે. 22,454 કોરોના સંક્રમિત લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે, જ્યારે 2,293 લોકોના મોત થયા છે.

અલગ-અલગ જગ્યાએ સારવારામં તેજ ગતિથી લોકો સ્વસ્થ પણ થઇ રહ્યા છે. સ્વાસ્થય મંત્રાલય અનુસાર લોકોના સ્વસ્થ થવાનો દર લગભગ 3.00 ટકા છે.
વધુમાં જણાવીએ તો આંકડામાં સતત ફેરફાર થઇ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય અલગ-અલગ રાજ્યો અને વિસ્તારોમાં કેસની પુષ્ટિ થયા બાદ જ અંતિમ આંકડા રજૂ કરે છે.