ETV Bharat / bharat

COVID-19: દેશમાં ચોવીસ કલાકમાં નવા 3,277 કેસનો વધારો, કુલ 62,939 લોકો સંક્રમિત - કોરોના વાયરસની સારવાર

દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા શનિવારે 62,000ને પાર પહોંચી હતી. જ્યારે આ મહામારીના કારણે મરનારા લોકોની સંખ્યા 2,109 થઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પોતાના દૈનિક અપડેટમાં જણાવ્યું કે, ગત 24 કલાક દરમિયાન 127 મોત બાદ કુલ મૃતકોની સંખ્યા 2,109 થઇ છે, જ્યારે સંક્રમણના 3,277 નવા કેસ સામે આવવાથી કુલ સંક્રમિતોની સંખ્યા 62,939 થઇ છે.

ETV BHARAT
દેશમાં કોરોનાઃ 24 કલાકમાં નવા 3,277 કેસનો વધારો, કુલ 62,939 લોકો સંક્રમિત
author img

By

Published : May 10, 2020, 11:30 AM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા શનિવારે 62,000ને પાર પહોંચી હતી, જ્યારે આ મહામારીના કારણે મરનારા લોકોની સંખ્યા 2,109 થઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પોતાના દૈનિક અપડેટમાં જણાવ્યું કે, ગત 24 કલાક દરમિયાન 127 મોત બાદ કુલ મૃતકોની સંખ્યા 2,109 થઇ છે, જ્યારે સંક્રમણના 3,277 નવા કેસ સામે આવવાથી કુલ સંક્રમિતોની સંખ્યા 62,939 થઇ છે.

ETV BHARAT
રાજ્ય પ્રમાણે કેસ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું કે, કોવિડ-19ની તપાસ વધારીને પ્રતિદિન લગભગ 95,000 કરવામાં આવી છે, જ્યારે 332 સરકારી સ્કૂલ અને 121 ખાનગી લેબમાં અત્યાર સુધી 15 લાખથી વધુ નમૂનાની તપાસ કરવામાં આવી છે.

થોડા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં અવાર-નવાર મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. કેરલ અને પૂર્વોત્તર સહિત થોડા નાના રાજ્યોમાં સંક્રમણની સંખ્યા ખૂબ ઓછી થઇ છે.

તમિલનાડુમાં શનિવારે કોરોના વાઇરસના કારણે 4 લોકોના મોત થયા હતા અને 526 નવા કેસ સામે આવ્યા હતા. જેથી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 6,535 થઇ છે.

મહારાષ્ટ્રમાં કોવિડ-19 સંક્રમણના 1,165 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 20,228 પહોંચી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ગત 24 કલાકમાં સંક્રમણના કારણે 48 લોકોનાં મોત થયાં છે. જેથી મહારાષ્ટ્રમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 779 થઇ છે.

અધિકારીએ જણાવ્યું કે, ગત 24 કલાકમાં સંક્રમણના કારણે મરનારા 48 લોકોમાંથી 27 મુંબઈ શહેરના હતા. મુંબઈ શહેરમાં કોરોના વાઇરસ સંક્રમણના કુલ કેસ 12,864 થયા છે. જ્યારે સંક્રમણના કારણે મરનારા લોકોની સંખ્યા 489 થઇ છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસ સંક્રમણના 224 નવા કેસ સામે આવ્યા છે. જેથી દિલ્હીમાં સંક્રમિતોની કુલ સંખ્યા 6,542 થઇ છે. દિલ્હી સરકારે શનિવારે આ માહિતી આપી હતી.

રાજસ્થાન આરોગ્ય વિભાગે માહિતી આપી કે, રાજ્યમાં કોરોનાના નવા 33 કેસ પોઝિટિવ આવ્યા છે. જેથી રાજસ્થાનમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,741 થઇ છે. આ ઉપરાંત સંક્રમણના કારણે 107 લોકોનાં મોત થયાં છે.

બિહાર સરકારે માહિતી આપી કે, રાજ્યમાં નવા 18 કેસ પોઝિટિવ નોંધાયા છે, જેથી બિહારમાં કુલ સંક્રમિતોની સંખ્યા 629 થઇ છે.

ઓડિશા આરોગ્ય વિભાગે માહિતી આપી કે, રાજ્યમાં નવા 58 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી ઓડિશામાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 352 થઇ છે. આમાં 281 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે 68 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 3 લોકોનાં મોત થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.