નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસના સંક્રમિતની સંખ્યા સતત વધતી જઇ રહી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં 10 હજાર 363 લોકો સંક્રમિત થયા છે. આ વાઇરસની ઝપેટમાં આવવાથી અત્યાર સુધીમાં 339 લોકોના મોત પણ નિપજ્યા છે. સરકારના જણાવ્યાં અનુસાર સંક્રમણને લઇ સારવાર લઇ રહેલા 1036 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોવિડ-19થી હજુ પણ સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 8988 પર પહોંચી છે જ્યારે 1036 લોકો સ્વસ્થ થઇ પરત ફર્યા છે. જ્યારે એક વ્યક્તિ સ્વસ્થ થતા વિદેશ પરત ફરી ગયો છે. કુલ કેસમાંથી 72 લોકો વિદેશી નાગરિક છે.
મહારાષ્ટ્રમાં સંક્રમિતની સંખ્યા 1985 પર પહોંચી છે. રાજ્યમાં આ સંક્રમણના પગલે 149 લોકોના મોત નિપજ્યા છે.
મધ્ય પ્રદેશમાં 43 અને તેલંગણામાં 16, દિલ્હીમાં 24, ગુજરાતમાં 26, પશ્ચિમ બંગાળમાં સાત, કેરળમાં ત્રણ, તમિલનાડુમાં 11, આંધ્ર પ્રદેશમાં સાત અને ઝારખંડમાં બે લોકોના મોત નિપજ્યા છે.
કુલ 334 મૃત્યુમાંથી સૌથી વધારે મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. જ્યાં કોરોનાને પગલે 149 લોકોના મોત નિપજ્યા છે.
આ ઉપરાંત જો મૃત્યુઆંકમાં અન્યો રાજ્યની વાત કરવામાં આવે તો કર્ણાટકમાં 6, ઉત્તર પ્રદેશમાં 5, જમ્મુમાં 4ના મોત નિપજ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર બિહાર, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને અસમમાં એક એક વ્યક્તિના મોત થયાનું સામે આવ્યુ છે.
મંત્રાલય દ્વારા ગતરોજ આવેલા આંકડા અનુસાર દેશમાં સંક્રમણના સૌથી વધારે કેસ 1985 મહારાષ્ટ્રમાં છે, ત્યારબાદ દિલ્હીમાં 1154 અને તમિલનાડુમાં 1075 કેસ સામે આવ્યા છે.
કોવિડ-19ના કેસમાં રાજસ્થાનમાં 812, મધ્ય પ્રદેશમાં 604, તેલંગણામાં 562, ગુજરાતમાં 580, ઉત્તર પ્રદેશમાં 483 કેસ, આંધ્ર પ્રદેશમાં 432, કેરલમાં 376, કર્ણાટકમાં 247, જમ્મુમાં 245, હરિયાણામાં 185, પંજાબમાં 167 અને પશ્ચિમ બંગાળમાં 152, બિહારમાં 64, ઓડિશામાં 54, હિમાચલમાં 32, અસમ અને છતીસગઢમાં 31-31, ચંદીગઢમાં 21, ઝારખંડમાં 19, લદાખમાં 15 જ્યારે અંદમાન નિકોબારમાં 11 કેસ સામે આવ્યા છે.