નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 26,382 કેસ સામે આવ્યાં છે. આ સાથે જ કુલ પોઝિટિવ લોકોની સંખ્યા 99,32,548 પર પહોંચી ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 387 દર્દીઓના મોત
છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 387 દર્દીઓના મોત થયા છે. ત્યાર બાદ કુલ મૃત્યુઆંક વધીને1, 44,096 સુધી પહોંચ્યો છે. દેશમાં સક્રિય મામલાઓની સંખ્યા હવે 3,32,002 છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33,813 દર્દીઓને કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ઘરે પહોંચ્યા છે. જે બાદ કુલ ડિચાર્જ લોકોની સંખ્યા વધીને 94,56,449 પર પહોંચી છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોવિડ-19ના કુલ એક્ટિવ કેસોમાં 56 ટકા મામલાઓ ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, કેરળ અને મહારાષ્ટ્રમાંથી છે.
તમિલનાડુમાં કોરોના વાઈરસના નવા 1132 કેસ નોંધાયા
તમિલનાડુમાં કોરોના વાઈરસના નવા 1132 કેસો સામે આવ્યાં છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 8,01,161 પર પહોંચી છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણથી 10 દર્દીઓના મોત થયા છે, જે બાદ કુલ મૃત્યુઆંક 11,919 પર પહોંચ્યો છે.
છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં 1605 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત
છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં 1605 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. રાજ્યમાં કુલ કોવિડ-19 થી પ્રભાવિત લોકોની સંખ્યા 2,60,240 થઈ છે. જ્યારે 136 લોકો કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.