આંતરરાષ્ટ્રીય સમુદાયોના માનવા પ્રમાણે, ચીને આર્થિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને કેટલાક પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને તેની આંતરરાષ્ટ્રીય જરૂરીયાત અને આસીસ્ટન્સ પોલીસીની કેટલીક સીરીયસ જીઓ-પોલીટીકલ અને સ્ટેટેજીક તેમજ સુરક્ષાને લઈને અસરો પડી રહી છે. ખાસ કરીને ચીનની ‘વન બેલ્ટ વન રોડ’ (OBOR) ‘બેલ્ટ એન્ડ રોડ’ (BRI) માટેની પહેલ અને તેના કારણે ઉભી થયેલી અન્ય અસરો જેમ કે, ચીનની ડેબ-ટ્રેપ પોલીસીને અન્ય દેશો શંકાની નજરથી જોઈ રહ્યા છે. યુએસએ અને ભારત જેવા કેટલાક મોટા દેશો ચીન સાથેના મોટા વેપાર અને આંતરરાષ્ટ્રીય કંપનીમાં ચીનની કંપનીની હોડ તેમજ વૈશ્વીક શાસનમાં ચીનની ભાગીદારીને કારણે ચીંતીત છે. જ્યાંથી અબજો રૂપિયાનો આંતરરાષ્ટ્રીય વેપાર થઈ રહ્યો છે તેવા વિવાદીત દક્ષિણ-ચીન સમુદ્રમાં ચીનની આક્રમકતા એ પ્રદેશની ઉડ્ડયન અને નેવીગેશનની સ્વતંત્રતા માટે ખતરો માનવામાં આવે છે.
જે રીતે Covid-19ની મહામારી દુનિયા સામે આવી અને ત્યાર બાદ વિશ્વભરને તેણે પોતાના ભરડામાં લીધુ, ત્યાર બાદ આ પરીસ્થીતિનો ચીને ફાયદો લેવાની કોશીષ કરી તેનાથી ચીનની આંતરરાષ્ટ્રીય છબી અને આબરૂને વધુને વધુ નુકસાન પહોંચી રહ્યુ છે જે આંતરરાષ્ટ્રીય સમુદાયોને ચીન સાથે વ્યવહાર ન કરવા માટે વધુ એલર્ટ કરી રહ્યું છે. આ વાતને નીચેના કેટલાક મુદ્દાઓથી સમજી શકાય.
કેટલાક આંતરરાષ્ટ્રીય સમુદાયોમાં, અને ખાસ કરીને યુએસએમાં જ્યારથી ચીનના કાવતરાની ચર્ચા થઈ રહી છે ત્યારથી વિશ્વભરના અન્ય દેશો અને સમુદાયો પણ માની રહ્યા છે કે, ચીનના વુહાનની લેબમાં વાયરસ ઉત્પન્ન કરવામાં આવ્યો અને ત્યાર બાદ ઈરાદાપુર્વક તેને અન્ય દેશોમાં ફેલાતો અટકાવવામાં ન આવ્યો અને આ જ કાવતરાના ભાગરૂપે ચીને ઈરાદાપુર્વક અન્ય દેશોને આ વાયરસ વીશે સમય પર જાણ ન કરી અને તેના પરીણામે વિશ્વભરમાં અનેક લોકોએ જીવ ગુમાવવો પડ્યો અને અર્થતંત્ર પણ વૈશ્વિક મંદી તરફ ધકેલાઈ જશે. ચીન પર એ પણ આરોપ છે કે તેણે વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ પોતાના પક્ષમાં કર્યુ હતુ. WHO, કે જેના ડીરેક્ટર જનરલ ટેડ્રોસ એડહનમ ગ્રીબ્રાઇઝસ કે જેઓ મે 2017માં ચીનના ટેકાથી ચુંટાયા હતા અને તેથી જ તેમણે ચીનની નિષ્ફળતાને ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે, તેમજ ન વાયરસના ફેલાવાને લઈને માત્ર ચીનના નિવેદનને સમર્થન આપ્યું છે પરંતુ તેને રોકવા માટે ચીને પ્રયાસો કર્યા હોવાના દાવાઓ કરીને તેના વખાણ પણ કર્યા હતા.
એવામાં ચીન કટોકટીના આ સમયમાં પણ વેપારની તકો શોધુ રહ્યુ હોવાની હકીકત દુનિયા સામે ખુલ્લી પડી જતા તેનાથી ચીનની ખરડાયેલી છબીને વધુ નુકસાન પહોંચી રહ્યુ છે. મીડિયા રીપોર્ટમાં જણાવ્યા અનુસાર જે ઇટાલી બાદમાં મહામારીનુ કેન્દ્રબીંદુ બન્યુ એ જ ઇટાલીને ચીન હાલ પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપ્મેન્ટ (PPE) વેચી રહ્યુ છે, હકીકતમાં જ્યારે ચીનમાં મહામારીની શરૂઆત થઇ એ સમયે આ કીટનો મોટો જથ્થો ઇટાલી દ્વારા ચીનને મદદના ભાગરૂપે દાનમાં આપવામાં આવ્યો હતો. જો આ એક હકીકત હોય તો આ એક અત્યંત નીમ્ન કક્ષનું કૃત્ય ગણી શકાય. હાલમાં કેટલાક દેશોને થયેલા અનુભવ પરથી કહી શકાય કે, ચીન કેટલીક નબળી ગુણવત્તાનો મેડીકલનો સામાન વિશ્વના અન્ય દેશોને વેચીને ઝડપથી પૈસા બનાવવાની નીતિ ધરાવે છે. એક અહેવાલ પ્રમાણે સ્પેન દ્વારા ચીનને 50,000 જેટલી ડીફેક્ટીવ ક્વીક ટેસ્ટીંગ કીટ પરત મોકલવામાં આવી છે. આ ઉપરાંત નેધરલેન્ડે પણ ચીનનો કેટલોક મેડીકલનો સામાન હલકી ગુણવત્તાનો હોવાનું જણાવીને તેને રીજેક્ટ કર્યો છે.
જો કે વિશ્વના દેશો ચીનની હાલની તરકીબોથી પણ વધુ ચીંતીત ચીનની લાંબા ગાળાની કેટલીક તરકીબોને લઈને છે કે ચીન વૈશ્વિક બજારોમાં માલસામાનની ખાધનો ફાયદો ઉઠાવીને કેટલીક કંપનીઓનના શેર ખરીદી શકે છે અથવા આ કંપનીઓની જમીન અને માલીકી ખરીદી શકે છે. કેટલીક યુએસએ અને કેટલાક યુરોપીયન દેશો હાલમાં કેટલાક સુરક્ષાના કારણોથી ચાઇનીઝ ફર્મને કેટલીક ટેક્નોલોજી કંપની વેચવા પર નિયંત્રણ લાદી રહ્યા છે. ઇટાલી અને સ્પેઇન જેવા કેટલાક દેશોએ પણ મહામારીના અંત પછી વિદેશી રોકાણ અને ખાસ કરીને ચીનમાંથી આવતા રોકાણ પર પુનર્વિચાર કરવાનું નક્કી કર્યું છે.
કેટલાક પશ્ચીમી સમુદાયો આ મહામારીમાં ચીનની ભૂમિકાની તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાત યુએસએ અને અન્ય કેટલાક દેશોમાં વાયરસથી થયેલા નુકસાનના વળતરના ભાગરૂપે ચીન સામે કરોડો ડોલરનો દાવો પણ માંડવામાં આવ્યો છે. કટોકટીની વચ્ચે યુએસએ દ્વારા WHO સામે કેટલાક શીક્ષાત્મક પરંતુ દલીલ દ્વારા ટાળી શકાય તેવા પગલા લેવામાં આવ્યા છે જેમાં યુએસે પોતાના આર્થિક યોગદાન પર કાપ મુક્યો છે.
આ તમામની વચ્ચે સવાલ છે કે ભારતે કઈ રીતે પ્રતિક્રીયા આપી? ભારતે ચીન માટે Covid-19ને લઈને એક પણ સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું છે. આ ઉપરાંત ભારતે સીધી રીતે WHOની આલોચના કરવાનું પણ ટાળ્યુ છે, તેનાથી ઉલ્ટુ ભારતે G-20 ની વર્ચ્યુઅલ કન્ફરન્સમાં પણ WHOની સુધારણા અને મજબૂતાઈ પર વાત કરી હતી. હાલમાં ભારતે Covid-19ની મહામારીને ત્રીજા તબક્કામાં પ્રવેશવાથી અટકાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ ઉપરાંત ભારત હાલ મહામારીને અટકાવવા માટેના વૈશ્વિક પ્રયાસોમાં યોગદાન આપવા માટે તેમજ ગરીબ અને જરૂરીયાતમંદ દેશોને મદદ કરવા માટે ફંડ એકઠુ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે. ભારત અન્ય દેશો સાથે ઝડપથી માહિતીનું આદાન પ્રદાન તેમજ કોરોના વાયરસ સામેની રસીની ઝડપથી શોધ થઈ શકે તે માટે પણ જરૂરી તમામ માહિતી અને મદદ પહોંચાડી રહ્યું છે.
વેપાર અને રોકાણના ક્ષેત્રમાં ભારતે દ્વીભાષી અભિગમ અપનાવ્યો છે. તેના ભાગરૂપે ભારતે હાલ ચીન પાસેથી તાત્કાલીક જરૂરી તબીબી ઉપકરણોની ખરીદી કરવાનું ચાલુ રાખ્યુ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કેટલાક સત્તાવાર આંકડાઓને ટાંકીને જાહેર કરવામાં આવેલા કેટલાક મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે RT-PCR ટેસ્ટ કીટ, રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કીટ, થર્મોમીટર અને પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપમેન્ટ (PPE) સહિતનો 390 ટન તબીબી સાધનોનો જથ્થો 4 થી 19 એપ્રિલ દરમીયાન ચીનથી ભારતમાં મંગાવવામાં આવ્યો છે.
તો બીજી તરફ ભારત એ વાતની સાવધાની પણ રાખી રહ્યુ છે કે ચીન ભારતમાં આ સ્ટોકની અછતને લઈને કોઈ ફાયદો ન ઉઠાવી શકે. ઉદાહરણ તરીકે ભારતે 18 એપ્રિલના રોજ પોતાની ફોરીન ડીરેક્ટ ઇનવેસ્ટમેન્ટ પોલીસીમાં કેટલાક ફેરફારની જાહેરાત કરી જેમા જણાવવામાં આવ્યું કે જે રોકાણો દેશની જમીની સરહદો પરથી કરવામાં આવે છે તે રોકાણો હવે સરકારની નીગરાની હેઠળ જ થઈ શકશે. ભારતના આ પગલાનો હેતુ હાલમાં મહામારીને કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવા ઉદ્યોગોને ચીન દ્વારા ખરીદી લેવાથી અથવા તેવા ઉદ્યોગોમાં ચીનને રોકાણ કરવાથી અટકાવવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ આદેશ ત્યારે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે મહામારી દરમીયાન જ મોટામાં મોટા હાઉસીંગ ફાઇનાન્સ લીડર, HDFC Ltdના શેરના ભાવ ગગડવાને કારણ સેન્ટ્રલ બેંક ઓફ ચાયના દ્વારા 17.5 મીલિયન શેરની ખરીદી કરી લેવામાં આવી. આ દરમીયાન ચીને ભારત પર આરોપ લગાવ્યો હતો કે ચીનની પોલીસીમાં કરેલા ફેરફાર ભારતે WHO અને અન્ય કેટલાક બહુપક્ષીય સંગઠનો સાથેની પ્રતિબદ્ધતાનું ઉલ્લંઘન છે પરંતુ ચીનના આ આક્ષેપને પણ ભારતે પાયા વિહોણો ગણાવીને નકારી કાઢ્યો છે. આ આક્ષેપને નકારી કાઢતા ભારતે યોગ્ય મુદ્દાઓ સાથે સ્પષ્ટતા પણ કરી કે ભારતે ફોરીન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ માટેની ગાઇડલાઇનમાં જે ફેરફાર કર્યા છે તેમાં માત્ર FDIના રૂટમાં ફેરફાર કરવાની જ વાત કરવામાં આવી છે. કેટલાક ચુનંદા દેશોને ભારતમાં રોકાણ કરવાથી અટકાવવાની કોઈ વાત આ ગાઇડલાઈનમાં કરવામાં આવી નથી. અહીં એ નોંધવુ ખુબ જરૂરી છે ભારત પર આરોપ લગાવી રહેલા ચીને પોતે કેટલીક ભારતીય કંપની જેવી કે ફાર્માસ્યુટીકર અને IT કંપની માટે બજારોમાં પ્રવેશવા પર કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે.
Covid-19નો ખતરો વિશ્વ પરથી ટળે તે પહેલા હજુ વિશ્વએ ઘણુ જોવાનુ બાકી છે. હાલતો આ કટોકટીને કારણે વિશ્વભરમાં જાનમાલ, અર્થતંત્ર તેમજ સામાજીક વ્યવસ્થાઓને થનારા નુકસાનનો અંદાજ લગાવવો ખુબ વહેલુ હશે. Covid-19 વાયરસને લેબમાં તૈયાર કરવામાં આવ્યો હતો કે તે કુદરતી રીતે જ ફેલાયો હતો, તેમજ Covid-19ને મહામારી જાહેર કરવામાં WHOની નિષ્ફળતા એ એક માત્ર સંયોગ હતો કે ખરેખર ઈરાદાપુર્વક ચીનની તરફેણ કરવામાં આવી તે તમામ વાતોની હકીકતો ક્યારેય જાણી શકાશે નહી.
હાલના સમયે એક વાત સ્પષ્ટ છે કે આ કટોકટી વિશ્વના સમુદાયોની અંદર ચીન માટેના અવિશ્વાસને વધુ મજબુત બનાવવાનું કારણ ચોક્કસ બની છે. આ કટોકટીથી હવે આગામી સમયમાં આર્થિક છુટછાટ/વૈશ્વિકીકરણ અને દરેક દેશોની રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચે એક ભેદરેખા બનાવવા તરફ પણ વિશ્વનું ધ્યાન દોરાયુ છે.
આખરે જોવાનું એ રહેશે કે એક વાર મહામારીનો આ સમય પુર્ણ થાય પછી વિશ્વના દેશો ફરી એક વાર પહેલાની જેમ ચીન સાથે વેપારના સબંધો ચાલુ રાખશે કે પછી ચીન સાથે ‘સોશીયલ ડીસ્ટન્સ’ જાળવવાનું નક્કી કરશે.
લેખક-આચલ મલ્હોતરા