ETV Bharat / bharat

Covid-19: સારવારના વિકલ્પોને વધુ ઝડપથી વિકસીત કરવા માટે FDA દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશને કોરોના વાઇરસ સામેની લડત માટે કામ કરી રહેલા સંશોધનકારો માટે ફાયદા કારક એવી કેટલીક નીતિઓ સાથેની નવી માર્ગદર્શિકા જાહેર કરીને Covid-19 ના દર્દીઓની સારવારના વિકલ્પોને વેગ આપવા માટે મહત્વપુર્ણ પગલા લીધા છે.

author img

By

Published : May 16, 2020, 7:14 PM IST

FDA Releases New Guidelines
Covid-19: સારવારના વિકલ્પોને વધુ ઝડપથી વિકસીત કરવા માટે FDA દ્વારા નવી માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી

હૈદરાબાદઃ યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશને કોરોના વાઇરસ સામેની લડત માટે કામ કરી રહેલા સંશોધનકારો માટે ફાયદા કારક એવી કેટલીક નીતિઓ સાથેની નવી માર્ગદર્શિકા જાહેર કરીને Covid-19 ના દર્દીઓની સારવારના વિકલ્પોને વેગ આપવા માટે મહત્વપુર્ણ પગલા લીધા છે.

યુએસ ફુડ અને ડ્રગે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે જેમાં નોવેલ કોરોના વાઇરસના દર્દીઓની સારવાર અને આ રોગને ફેલાતો અટકાવવા માટે સંશોધન કરી રહેલા સંશોધનકારો માટે કેટલીક ભલામણો કરવામાં આવી છે. આ ગાઇડલાઇન પ્રમાણે કોરોના વાઇરસ માટેની નવી દવાઓ તેમજ તેના માટેની બાયોલોજીકલ પ્રોડક્ટ્સ માટેની આઉટલાઇન અને નવી દવા માટેની ડીઝાઇન તેમજ આ મેડીકલ પ્રોડક્ટ્સ માટેની ક્લીનીકલ ટ્રાયલ માટેની અરજીઓ જમા કરાવશે.

FDAના કમીશનર સ્ટીફન એમ. હેનના કહેવા પ્રમાણે Covid-19ને અટકાવવાના અને તેની સારવારના વિકલ્પોના વિકાસને ઝડપી બનાવવા માટે સ્ટાફના સભ્યો વિશ્વના શ્રેષ્ઠ સંશોધનકારો સાથે સતત ચોવીસ કલાક કામ કરી રહ્યા છે.

FDAની એક પ્રેસ રીલીઝમાં તેમણે કહ્યુ હતુ કે, “Covid-19ની મહામારીથી પ્રભાવીત થયેલા લોકોની સારવાર માટે અસરકારક અને સુરક્ષિત થેરાપીની શોધને ગતી આપવી તે FDAની પ્રાથમીકતા છે. અમે તબીબી ઉત્પાદનોના વિકાસને વેગ આપવા માટે કટીબદ્ધ છીએ અને આ તબીબી ઉત્પાદનો ઝડપથી લોકોને ઉપલબ્ધ કરાવી શકાય તે માટે અમે તમામ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ અને અમે માનીએ છીએ કે આ નવી ગાઇડલાઇન અમારા સંશોધનકારોને ખુબ મદદરૂપ થશે.”

કોરોના વાઇરસ ફાટી નીકળ્યા બાદ તરત જ FDAએ Covid-19 સામેના તબીબી ઉપચારને શોધી કાઢવા માટે વિવિધ હેલ્થ પાર્ટનર સાથે કામ કરવાનું શરૂ કર્યુ હતુ.FDA દ્વારા શરૂ કરવામાં આવેલા ‘કોરોના વાઇરસ ટ્રીટમેન્ટ એક્સીલરેશન પ્રોગ્રામ દ્વારા કોરોના વાયરસના દર્દીઓને નવીનતમ તબીબી સાધનો પુરા પાડવામાં આવે છે અને સાથે જ આ પ્રોગ્રામ દ્વારા મેડીકલના આ સાધનોની અસરકારકતા પણ ચકાસવામાં આવે છે.

FDA દ્વારા કોરોના વાઇરસની દવાના 130 જેટલા ક્લીનીકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત સંશોધનકારો વાયરસને ફેલાતો અટકાવવા માટે આ પ્રકારની ઘણી એન્ટીવાયરલ ડ્રગને લગતી થેરાપીનો અભ્યાસ કરી રહ્યા છે તેમજ વાયરસ સામે દર્દીની રોગપ્રતિકારક ક્ષમતાની પ્રતિક્રીયાને લઈને પણ ‘ઇમ્યુનોમોડ્યુલેટર્સ’ નામની અન્ય એક થેરાપીનો પણ અભ્યાસ કરી રહ્યા છે.

આ ગાઇડલાઇનમાં Pre-IND (ઇન્વેસ્ટીગેશનલ ન્યુ ડ્રગ એપ્લીકેશન) એટલે કે Covid-19ને લગતી દવાઓ અને જૈવિક ઉત્પાદનો અને તેના ડેટા પર એજન્સીની પ્રતિક્રીયા માટેની મીટીંગ રીક્વેસ્ટનો સમાવેશ થાય છે જેથી તેના આધારે ડેવલપર ઝડપથી ક્લીનીકલ ટ્રાયલ શરૂ કરી શકે. અન્ય ગાઇડલાઇન Covid-19ની સારવાર અને તેને રોકવા માટેની દવા અને તબીબી સાધનોના ઉત્પાદન સાથે સંકળાયેલી છે.

FDA ના કોરોના વાઇરસના નિવારણ અને તેના ઉપચારને ઝડપી બનાવવાના પ્રયત્નો ઉપરાંત આ પહેલા પણ એજન્સી એ જણાવ્યુ હતુ કે Covid-19ની રસીની શોધ માટે તેમજ સારવારના અન્ય વિકલ્પોને ઝડપી બનાવવા માટે તે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ તેમજ અન્ય સંસ્થાઓ સાથે પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે કામ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.