નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસમાં સંક્રમિતોની સંખ્યા વધતી જ જાય છે. ત્યારે આ મહામારીમાં 872ના મોત થયાં છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 27,892 પહોંચી ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 1396 નવા કેસ સામે આવ્યા છે. તેમજ 48 લોકોના મોત થયાં છે.
અત્યાર સુધીમાં સૌથી વધારે કોરોના સંક્રમિતોના મોતની સંખ્યા મહારાષ્ટ્રમાં 323 થઇ છે. ગુજરાતમાં 133, મધ્યપ્રદેશમાં 99, દિલ્હીમાં 54, આંધપ્રદેશમાં 31, રાજસ્થાનમાં 33, ઉતરપ્રદેશમાં 29, તેલંગણામાં 26, તમિલનાડુમાં 23 અને કર્ણાટકમાં 18 ,પ્રશ્વિમ બંગાળમાં 18, પંજાબમાં 17, જમ્મુ કાશ્મીરમાં 6, કેરળમાં 4, ઝારખંડમાં 3, હરિયાણામાં 3, બિહારમાં 2, મેધાલય, હિમાચલ પ્રદેશ,ઓડિસા, અને અસમમાં 1 મોત થયાં છે.
ઓડીસાના બાલાસોરમાં 5 નવા કેસ
ઓડીસાના બાલાસોરમાં કોરોના સંક્રમણના 5 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજયમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 108 પહોંચી ગઇ છે.
રાજસ્થાનમાં કોરોના સંક્રમિતોના 36 નવા કેસ
રાજસ્થાનમાં કોરોના સંક્રમિતોના 36 કેસ નવા આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2221 થઇ ગઇ છે.
લખનઉમાં 6 કેસ નવા
લખનઉમાં કોરોના સંક્રમિતોમાં 6 કેસ નવા આવ્યા છે.
ઇન્દોરમાં સંક્રમિતની સંખ્યા 1,207 થઇ 60 ના મોત
મધ્યપ્રદેશના ઇન્દોરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,207 થઇ ગઇ છે. જેમાં 31 કેસ નવા આવ્યા છે.
આંધપ્રદેશમાં કોરોના વાયરસના 80 નવા કેસ
આંધપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 80 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1177 થઇ ગઇ છે.
બિહારમાં કોરોનાના 19 નવા કેસ
બિહારમાં કોરોના સંક્રમિતોના 19 કેસ નવા આવ્યા છે. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 345 થઇ ગઇ છે.
ગુજરાતમાં કોરોનાના 247 નવા કેસ, 11 મોત
ગુજરાતમાં કોરોના સંક્રમિતોમાં નવા 247 કેસ સામે આવ્યા છે. જેમાં 11 ના મોત થયાં છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3548 થઇ ગઇ છે.