નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના વાઈરસના કુલ એક્ટિવ કેસની સંખ્યા 19,868 છે. જ્યારે 5,804 લોકો સ્વસ્થ થઇ ગયા છે. સંક્રમિતોની સંખ્યામાં કુલ 77 વિદેશી નાગરિક છે.
આ સંક્રમણથી મહારાષ્ટ્રમાં 323 લોકોના મોત થયાં છે. બીજા રાજ્યની વાત કરીએ તો, ગુજરાતમાં 133, મધ્યપ્રદેશમાં 92, દિલ્હીમાં 53, આંધપ્રદેશમાં 31, રાજસ્થાનમાં 27, તેલંગણામાં 26ના મોત થયાં છે.
આ ઉપરાંત ઉતર પ્રદેશમાં 25 તમિલનાડુમાં 22 જ્યારે કર્ણાટક અને પ્રશ્વિમ બંગાળમાં 18 , પંજાબમાં 17, જમ્મુ કાશ્મીરમાં 5, કેરલ, ઝારખંડ અને હરિયાણામાં 3 બિહારમાં 2 તેમજ મેઘાલય અને હિમાચલ પ્રદેશ, ઓડિસા અને અસમમાં 1 લોકોના મોત થયાં છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સૌથી વધુ સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં 7,628 સામે આવી છે. ત્યારબાદ ગુજરાતમાં 3,071 ,દિલ્હીમાં 2,514, રાજસ્થાનમાં 2,034 મધ્યપ્રદેશમાં 1,952 અને તમિલનાડુમાં 1,755 ઉતરપ્રદેશમાં 1,621 તેલંગણામાં 984 અને આંધપ્રદેશમાં 955 પ્રશ્વિમ બંગાળમાં 571 કર્ણાટકમાં 489 જમ્મુ કાશ્મીરમાં 454 અને કેરલમાં 451 પંજાબમાં 298 અને હરિયાણામાં 272 લોકો સંક્રમિત છે.