ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટ: દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 1.45 લાખને પાર, એક્ટિવ કેસ 80,772 - corona news

દેશમાં કોરોના વાઈરસના કુલ 1,45,380 પોઝિટવ કેસ નોંધાયા છે. જ્યારે 4,167 લોકોના મોત નીપજ્યા છે. કોરોના વાઈરસથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 60,491 છે.

indian covid-19 tracker
indian covid-19 tracker
author img

By

Published : May 26, 2020, 12:22 PM IST

Updated : May 26, 2020, 12:29 PM IST

નવી દિલ્હી: ભારતમાં સતત પાંચમાં દિવસે કુલ 6,535 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે કોરોના રોગચાળાથી પ્રભાવિત વિશ્વના ટોચના 10 દેશોમાં સામેલ થયા છે. જો કે, સોમવારે નોંધાયેલા કેસ (6,977 કેસ) કરતા થોડા ઓછા છે. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 1,45,380 પર પહોંચી ગઈ છે, જ્યારે આ કોરોના વાઈરસે 4,167 લોકોનો ભોગ લીધો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 146 લોકોના મોત નીપજ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા મંગળવાર સવારે આઠ કલાકે જાહેર કરેલા બુલેટિન મુજબ દેશમાં સક્રિય કેસની સંખ્યા પણ 80 હજારથી વધીને 80,722 થઈ ગઈ છે. એટલે કે ઘણાં દર્દીઓની સારવાર વિવિધ હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં કુલ 60,491 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. દર્દીઓનો હાલનો સ્વસ્થ થવાનો દર 41.61 ટકા છે, જે અત્યાર સુધીનો સર્વોત્તમ છે. જ્યારે દેશમાં કોરોનાને કારણે મૃત્યુનો દર 2.87 ટકા છે.

17 રાજ્યોમાં 500થી વધું કોરોના પોઝિટિવ કેસ

દેશમાં હાલમાં એવા 17 રાજ્યો છે, જ્યાં ચેપના 500થી વધુ કોરોના પોઝિટિવ કેસો છે. જેમાં 3000થી ઓછા કોરોના પોઝિટિવ કેસ ધરાવતા રાજ્યોનો સમાવેશ થાય છે. બિહાર (2,730), કર્ણાટક (2,182), પંજાબ (2,060), તેલંગાણા (1,920), જમ્મુ અને કાશ્મીર (1,668), ઓડિશા (1, 1,448), હરિયાણા (1,184) અને કેરળ(896) છે.

મહારાષ્ટ્રમાં 36.22 ટકા પોઝિટિવ કેસ

દેશના ફક્ત 8 રાજ્યોમાં કોરોના ચેપના 80 ટકાથી વધુ પોઝિટિવ કેસો છે. જેમાંથી દેશના 36.22 ટકા પોઝિટિવ કેસ એકલા મહારાષ્ટ્રમાં જ નોંધાયા છે. જ્યાં સંક્રમિતોની કુલ સંખ્યા 52,667 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 15,786 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. રાજ્યમાં દર્દીઓના સ્વસ્થ થવાનો વર્તમાન દર 29.97 ટકા છે.

કોરોના પોઝિટિવ કેસોમાં અન્ય આઠ ટોચનાં રાજ્યોમાં તમિલનાડુ (17,082), ગુજરાત (14,460), દિલ્હી (14,053), રાજસ્થાન (7,300), મધ્ય પ્રદેશ (6,859), ઉત્તર પ્રદેશ (6,532), પશ્ચિમ બંગાળ ( 3,816) અને આંધ્રપ્રદેશ (3,110)નો સમાવેશ થાય છે.

કોરોના વાઈરસના કારણે મરનારાની સંખ્યામાં પણ મહારાષ્ટ્ર મોખરે

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1,695 મોત થયા છે. જે બાદ ગુજરાતમાં 888, મધ્યપ્રદેશમાં 300, પશ્ચિમ બંગાળમાં 278, દિલ્હીમાં 276, રાજસ્થાનમાં 167, ઉત્તર પ્રદેશમાં 165 અને તમિલનાડુમાં 118 લોકોનાં મોત થયાં છે.

100થી ઓછો મૃત્યુઆંક ધરાવતા મુખ્ય રાજ્યોમાં આંધ્રપ્રદેશ (56), તેલંગાણા (56), કર્ણાટક (44) અને પંજાબ (40) છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર (23), હરિયાણા (16), બિહાર (13)નો સમાવેશ થાય છે.

Last Updated : May 26, 2020, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.