ETV Bharat / bharat

કોરોના સંકટ અને વધતી ગરીબી

author img

By

Published : Oct 20, 2020, 1:58 PM IST

આજે આંતરરાષ્ટ્રીય ગરીબી નિવારણ દિન છે. 2020ના વર્ષ માટે સામાજિક અને પર્યાવરણ ન્યાયની થીમ પસંદ કરાઈ હતી. ગરીબીની વ્યાપકતા સ્વીકાર થવા લાગી છે ત્યારે આ બે જુદા જુદા મુદ્દાઓ એક બીજા સાથે જોડાઇ રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણની રક્ષાના પડકારને ઉપાડ્યા વિના સામાજિક ન્યાય હાંસલ કરી શકાય તેમ નથી.

Covid-19 and Poverty
Covid-19 and Poverty

હૈદરાબાદ :આજે આંતરરાષ્ટ્રીય ગરીબી નિવારણ દિન છે. 2020ના વર્ષ માટે સામાજિક અને પર્યાવરણ ન્યાયની થીમ પસંદ કરાઈ હતી. ગરીબીની વ્યાપકતા સ્વીકાર થવા લાગી છે ત્યારે આ બે જુદા જુદા મુદ્દાઓ એક બીજા સાથે જોડાઇ રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણની રક્ષાના પડકારને ઉપાડ્યા વિના સામાજિક ન્યાય હાંસલ કરી શકાય તેમ નથી. આવકની બાબતમાં ગરીબી ઓછી કરવામાં થોડી સફળતા મળી છે, પરંતુ ગરીબીના બીજા પાસામાં એટલી સફળતા મળી નથી. પર્યાવરણની અસરો વિશે ખાસ વિચાર થયો નથી.

દુનિયાના ઘણા દેશોમાં હજીય ભૂખમરો જોવા મળે છે અને ગરીબી સાથેનો આ મુદ્દો હજીય ઉકેલવાનો બાકી છે.

યોગ્ય રીતે જ 2020ના વર્ષનો નોબેલ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ને આપવામાં આવ્યો છે. ભૂખમરા નાબુદીના પ્રયાસો અને સંઘર્ષરત વિસ્તારોમાં શાંતિ સ્થાપના માટેના તેના પ્રયાસોને કારણે તથા યુદ્ધ અને ઘર્ષણમાં ભૂખમરાનો શસ્ત્ર તરીકે ઉપયોગ ના થાય તે માટેના પ્રયાસો બદલ નોબેલ અપાયો છે. 2019માં WFP તરફથી 88 દેશોમાં 10 કરોડ લોકોને રાહત પહોંચાડાઇ હતી.

આ વર્ષે ગરીબીનો મુદ્દો વધારે પ્રસ્તૂત છે, કેમ કે કોવીડ-19ની મહામારીએ રોજગારી અને ગરીબી પર મોટું સંકટ ઊભું કર્યું છે. અંદાજો દર્શાવે છે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા વધવાની છે. બેરોજગારી વધશે અને બિનસંગઠિત કામદારો ગરીબીમાં સરી પડશે. હેલ્સિન્કીની અન-વાઇડર યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર માથાદીઠ આવકમાં અથવા ઉપભોગમાં 10 ટકાનો ઘટાડો થાય તો ($1.90, $3.20 અને $5.50 ડૉલર પ્રમાણે અનુક્રમે) 18, 28, and 25 કરોડ લોકો ગરીબ થશે. જો ઘટાડો 20 ટકા થાય તો અનુક્રમે 42, 58, અને 52 કરોડ લોકોને અસર થશે.

વૈશ્વિક ધોરણે કોરોના સંકટે સંયુક્ત રાષ્ટ્રસંઘના સસ્ટેનેબેલ ડેવલપમેન્ટ ગોલ સામે મોટો પડકાર કર્યો છે. 2030 સુધીમાં ગરીબી નાબુદીનું લક્ષ્ય હવે પાર પડે તેમ લાગતું નથી, કેમ કે 1990 પછી પ્રથમવાર ત્રણેય ગરીબી રેખા નીચેના લોકોની સંખ્યા ઉલટાની વધવાની છે. એક દાયકાના ગરીબી નાબુદીના પ્રયાસો ધોવાઈ ગયા છે.

સબ સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયા જેવા સૌથી ગરીબ વિસ્તારોમાં નવા ગરીબોની સંખ્યા મોટા પ્રમાણમાં વધસે તેવી શક્યતા છે. દુનિયાના કુલ ગરીબોમાંથી 80–85 ટકા આ પ્રદેશોમાં રહે છે. દક્ષિણ એશિયામાં (રોજના $3.2 ડૉલર પ્રમાણે) 2018માં 84.7 કરોડ ગરીબો હતા તે 2020માં વધીને 91.5 કરોડ થઈ શકે છે.

હાલમાં વિશ્વ બેન્કે કરેલા એક અભ્યાસ અનુસાર કોવીડ-19ના કારણે આ વર્ષે વધારાના 8.8થી 11.5 કરોડ લોકો આ વર્ષે અતિગરીબ બને તેવી શક્યતા છે. 2021 સુધીમાં તે સંખ્યા વધીને 15 કરોડ થઈ શકે છે. લગભગ 25 વર્ષથી અતિગરીબ લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો હતો, પરંતુ હવે ગરીબી નાબુદીના હેતુ સામે મોટો પડકાર આવ્યો છે.

આ પડકાર પાછળના મુખ્ય પરિબળો છે — કોવીડ-19, અશાંતિ અને ક્લાઇમેટ ચેન્જ. બધા દેશો સામે આ પડકારો છે, પણ ગરીબ વસતિ વધારે મુશ્કેલીમાં મૂકાય છે. વિશ્વ બેન્કે ગરીબીને ટ્રેક કરવાની શરૂ કરી તે પછી અતિગરીબીના પ્રમાણમાં 2019ની સામે 2020માં સૌથી મોટો વધારો જોવા મળવાનો છે. કોરોના એ નવું સંકટ છે, પરંતુ અશાંતિ અને ક્લાઇમેટ ચેન્જ પ્રથમથી જ મુશ્કેલી નોતરી રહ્યા છે.

વિશ્વ બેન્કના અભ્યાસમાં મુંબઈ શહેરમાં ઝૂંપડપટ્ટીમાં કોરોનાને કાબૂમાં લેવામાં સફળતા મળી છે તેના વખાણ કર્યા છે. અસરકારક અભિગમ અને સમુદાયના સભ્યોની પ્રતિબદ્ધતાને કારણે ધારાવીમાં ચેપને અનહદ ફેલાતો અટકાવી શકાયો એમ વિશ્વ બેન્કે નોંધ્યું છે. સમુદાયના સભ્યોને તથા ખાનગી ક્લિનિકના સ્ટાફને સાથે જોડીને અધિકારીઓ આ પરિણામ લાવી શક્યા.

ભારતમાં ગરીબીની અસર વધારે વ્યાપક રહે છે. બે કારણોસર ભારતને અર્થતંત્રનો ફટકો વધારે ભારે પડે છે. એક તો કોરોના સંકટ પહેલાં જ અર્થતંત્ર મંદીમાં હતું. બેકારી, ઓછી આવક, ગ્રામીણ વિસ્તારોમાં મુશ્કેલી, કૂપોષણ અને અસમાનતાની સ્થિતિ હતી. બીજું ભારતનું વિશાળ બિનસંગઠિત ક્ષેત્ર મુશ્કેલીમાં છે. કુલ 46.5 કરોડ કામદારોમાંથી 91% (42.2 કરોડ) કામદારો 2017-18માં અસંગઠિત ક્ષેત્રમાં જ કામ કરતા હતા. લૉકડાઉનના કારણે આ કામચલાઉ કામદારો, મજૂરો અને રોજમદારો માટે રોજીરોટી કમાવી અશક્ય બની ગઈ હતી.

સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના અંદાજ અનુસાર બેરોજગારી 8.4%થી વધીને 27% થઈ ગઈ હતી. 12.2 કરોડ લોકોએ રોજગારી ગુમાવી. નાના વેપારીઓ અને રોજમદારોમાંથી 9.1 કરોડની નોકરીઓ જતી રહી. આઈએલઓના અહેવાલ અનુસાર ભારતના 40 કરોડ કામદારો સામે ગરીબીમાં સરી જવાનો ભય રહેલો છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર કોરોનાના પ્રારંભિક મહિનાઓમાં 77% પરિવારોમાં અનાજની તંગી ઊભી થઈ હતી.

સરકારે 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી હતી. જોકે વિશ્લેષકો કહે છે કે જીડીપીના આ 10% પેકેજમાંથી આર્થિક સહાય માત્ર 1% થી 2% જ હતી. સંકટ એટલું મોટું હતું કે ગરીબોને આર્થિક સહાય આપવાની જરૂર છે. સમસ્યા જેટલી વિકરાળ હતી, તેટલા પ્રમાણમાં સહાય કે પેકેજ અપાયું નથી. સહાયની જાહેરાત પછી નોબેલ પ્રાઇઝ જીતનારા અભિજિત બેનરજી અને એસ્થર ડફલોએ કહ્યું હતું કે સરકારે વધારે હિંમત સાથે સામાજિક સહાયની યોજનાઓની જરૂર હતી. તેમના જણાવ્યા અનુસાર “સરકાર જે આપી રહી છે તે બહુ મામુલી છે – લોકોને થોડા હજારની સહાય મળી છે, જેટલો ખર્ચ તો તેઓ રોજેરોજ કરતા હતા”.

વિશ્વના ઘણા દેશોમાં ભારતી કરતાં મોટા પ્રમાણમાં સહાય અપાઈ છે. બીજું કે આરોગ્યની બાબતમાં પણ બીજા દેશોમાંથી શીખવા જેવું છે. દાખલા તરીકે કોવીડ-19ને કારણે સમૃદ્ધ દેશોની આરોગ્ય વ્યવસ્થા પણ તાણ હેઠળ આવી ગઈ હતી, પરંતુ વિયેટનામે તરત પ્રતિસાદ આપીને સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી. શું ઓછી આવક ધરાવનારા દેશો માટે આ ત્વરિત પ્રતિસાદનો મોડલ યોગ્ય નહોતું?

9.7 કરોડની વસતિ ધરાવતા વિયેટનામને SARS, MERS, ઓરી અને ડેન્ગ્યૂ જેવા રોગચાળાનો અનુભવ હતો. વિયેટનામે વર્ષો દરમિયાન આરોગ્ય સેવાને સુધારવા પર ધ્યાન આપ્યું છે. કોરોના વાઇરસ આવ્યો ત્યારે વિયેટનામે ચાર ઓછી ખર્ચાળ પદ્ધતિ પર આધાર રાખ્યો હતો. વ્યૂહાત્મક રીતે ટેસ્ટિંગ, એપ અને યોગ્ય પ્રચાર દ્વારા કોન્ટેક ટ્રેસિંગ પર આધાર રાખ્યો હતો.

કોવીડ-19ને કારણે આવનારી ગરીબીને દૂર કરવા માટે ભારતે ઘણા પ્રયાસો કરવાના રહેશે. પહેલા તો અનાજ અને રોકડ સહાય જેવી મદદ ગરીબ વર્ગને કરવી જરૂરી છે. મનરેગા માટે ફાળવણી વધારવી પડશે. બીજું, આ રોગચાળાને કારણે આરોગ્ય સુવિધા વધારવાની તક મળી છે. ત્રીજું, અર્થતંત્રને ફરીથી બેઠું કરવું પડશે. 2020-21ના વર્ષમાં જીડીપીમાં 10 ટકા ઘટાડો થવાની શક્યતા છે. ચોથું, કૃષિ ગરીબલક્ષી ક્ષેત્ર છે. હાલમાં કૃષિ ક્ષેત્રે કરાયેલા સુધારાનો ફાયદો ખેડૂતોને થવો જોઈએ, કેમ કે આ નાના અને સીમાંત ખેડૂતો જ કુલ ખેતપેદાશોમાં 86% ઉત્પન્ન કરે છે.

ગરીબી નાબુદી માટે રોજગારીનું સર્જન જરૂરી છે. રોજગાર સામેના કેટલાક પડકારો જોઈએ તો: (a) દર વર્ષે 70 to 80 લાખ નોકરીઓની જરૂર છે (b) શ્રમિકોની માગ અને પુરવઠા વચ્ચેના અસમતુલનને દૂર કરવું: દક્ષિણ કોરિયામાં 96%, જાપાનમાં 80%, જર્મનીમાં 95%, યુકેમાં 68% અને અમેરિકામાં 52%ની સામે ભારતમાં માત્ર 10% ટકાને જ તાલીમ મળે છે. (c) વ્યવસાય અને શ્રમિક વર્ગને સંગઠિત કરવાની જરૂર (d) બિનસંગઠિત અને MSME પર ધ્યાન કેન્દ્રી કરવું (e) ટેક્નોલૉજી અને ઓટોમેશન પર ધ્યાન આપવું (f) દરેક માટે સામાજિક સલામતી અને કામની સારી સ્થિતિ.

આગામી વર્ષોમાં નિકાસ માટે ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારીની તકો છે, પણ તેના માટે બે તરફી નીતિનો અમલ કરવો જરૂરી છે. પ્રથમ તો કપડા, ફૂટવેર, ફર્નિચર અને હળવા ઉત્પાદનો જેમાં વધુ શ્રમિકોની જરૂર પડે છે તેને પ્રોત્સાહન આપવું. બીજું ચીન વેલ્યૂ ચેઇનમાંથી નીકળી રહ્યું છે તેમાં દાખલ થવું. આપણે નવીન શોધ અને અનોખી રીતે વિચારીને રોજગારી સર્જન માટે વિચારવું પડશે.

છેલ્લે ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ, જે આ વર્ષની થીમ છે. તેના કારણે પણ ગરીબીમાં વધારો થઈ શકે છે. અંદાજો દર્શાવે છે કે કઈ રીતે ક્લાઇમેટ ચેન્જને કારણે 2030 સુધીમાં ગરીબોની સંખ્યામાં 6.8થી 13.5 કરોડનો વધારો થશે. સબ સહારાના દેશો અને દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે. આ જ પ્રદેશોમાં દુનિયાના સૌથી વધુ ગરીબો વસે છે. ક્લાઇમેટ ચેન્જના કારણે ખાદ્ય પદાર્થો મોંઘા બને, આરોગ્ય નબળું થાય અને પુર જેવી આફતો આવી શકે છે અને તેની સૌથી વધુ અસરો ગરીબો પર જ થાય છે. ગરીબ દેશો માટે ક્લાઇમેટ ચેન્જ સૌથી મોટી સમસ્યા છે. આ સમસ્યા તેમણે સર્જી નથી. વિકસિત દેશો ઉર્જાનો અનહદ ઉપયોગ કરે છે તેના કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.

છેલ્લે સમાપનમાં કહી શકાય કે કોરોના સંકટના કારણે ભારત સહિત દુનિયાભરમાં 1990 પછી પ્રથમવાર ગરીબીમાં વધારો થશે. ગરીબી નિવારણ દિને આપણે ઉત્પાદક રોજગારી, ક્લાઇમેટ ચેન્જ અને આરોગ્ય સેવામાં રોકાણ પર ભાર મૂકવાની છે. એમ કરીશું તો જ 2030 સુધીમાં ગરીબી નિવારણ અને સહ્ય વિકાસ શક્ય બનશે.

એસ. મહેન્દ્ર દેવ, વાઇસ ચાન્સેલર IGIDR મુંબઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.