હૈદરાબાદઃ મંગળવારે તેલંગાણામાં કોરોના વાઇરસના નવા 42 કેસ સામે આવતા કુલ આંકડો 1634 પર પહોંચ્યો છે.
સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાઇરસનો આંકડો 1634 પર પહોંચ્યો હતો. આ ઉપરાંત 1011 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 585 હાલ એક્ટિવ કેસ છે જ્યારે 38 લોકોના મોત થયા છે.
ભારતમાં કોવિડ -19 ના કુલ 1,01,139 પુષ્ટિ કેસ નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે કહ્યું કે, 39,174 વ્યક્તિઓ સ્વસ્થ અથવા સ્થળાંતરિત થયા છે.
દેશમાં હાલમાં કોવિડ -19 ના 58,802 સક્રિય કેસ છે. દેશમાં કોરોના વાઇરસને કારણે 3,163 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે.