નવી દિલ્હી: પાટીદાર નેતા હાર્દિક પટેલે 2015ના રોજ વસ્ત્રાપુર વિસ્તારમાં એક રેલી કરી હતી. જે રેલીમાં થયેલી હિંસાના પગલે હાર્દિક વિરૂદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે કેસમાં હાર્દિક પટેલને 6 માર્ચ સુધી સુપ્રીમ કોર્ટે રાહત આપી છે.
ઉલ્લેખનિય છે કે, હાર્દિક પટેલ 2015માં પાટીદાર નેતાના અગ્રણી તરીકે સમાજને સાથે રાખી આંદોલન ચલાવતો હતો. જે આંદોલન દરમિયાન અનેક વિસ્તારોમાં પાટીદાર નેતાની આગેવાનીમાં હિંસા થઇ હતી. જે હિંસાના પગલે સરકારે પાટીદાર નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ પણ દાખલ કર્યો હતો. આ સમગ્ર આંદોલન વચ્ચે પાટીદાર નેતાએ હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં લડત આપી હતી. જેના પગલે આજે આ કેસને લઇ સુપ્રીમ કોર્ટે નિર્ણય કરતા હાર્દિક પટેલને 6 માર્ચ સુધી રાહત આપી છે.